For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાબર ડેરીમાં પશુપાલકો વિફર્યા, પથ્થરમારો કરતા લાઠીચાર્જ-ટીયરગેસ છોડાયા

02:26 PM Jul 14, 2025 IST | Bhumika
સાબર ડેરીમાં પશુપાલકો વિફર્યા  પથ્થરમારો કરતા લાઠીચાર્જ ટીયરગેસ છોડાયા

Advertisement

ડેરીના ગેટ પાસે વિરોધ પ્રદર્શન કરી બેરીકેટ અને ગેટને ઉખેડી નાંખ્યા, હજારો પશુપાલકો રસ્તા પર ઉતર્યા, ભાવફેરનું આંદોલન હિંસક બન્યું

Advertisement

ગુજરાત મિરર, સાબરકાંઠા તા. 14
ઉત્તર ગુજરાતની પ્રખ્યાત સાબર ડેરી બહાર પશુપાલકોએ હોબાળો મચાવ્યો છે. ઓછા ભાવને પગલે વિફરેલા પશુપાલકોએ સાબર ડેરી બાનમાં લીધી હતી અને પોલીસ દ્વારા મારવામાં આવેલા બેરીકેટને ઉખેડી નાખવામાં આવ્યા હતાં. દેખાવ કરવા પહોંચેલા પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. ટોળાને વિખેરવા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા.

સાબર ડેરીના સત્તાધીશોએ ચાલુ વર્ષે 960 રૂૂપિયા પ્રતિકિલો ફેટે વાર્ષિક ભાવ જાહેર કર્યો હતો. દર વર્ષે જૂન મહિનાના અંતમાં અથવા જૂલાઈ મહિનાના શરૂૂઆતમાં ભાવ ફેર ચૂકવવામાં આવતો હતો. સત્વરે ભાવ ફેર ચૂકવવા માટે અગાઉ પણ કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. આ રજૂઆત બાદ 11 જુલાઈએ ભાવફેર પશુપાલકોને ચૂકવવામાં આવ્યો હતો.

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો સાબરડેરી ખાતે દેખાવો કરવા પહોંચ્યા હતા. ગત વર્ષની સરખામણીએ ચાલુ સાલે ભાવ ફેર ઓછો ચૂકવાયો હોવાને લઈને સાબર ડેરી સામે પશુપાલકોનો આક્રોશ જોવા મળ્યો. સાબરડેરીના સત્તાધીશો દ્વારા ચાલુ સાલે 960 રૂૂપિયા પ્રતિ કિલો ફેટે વાર્ષિક ભાવ જાહેર કરાયો હતો. દર વર્ષે જૂન મહિનાના અંતમાં અથવા જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં ભાવ ફેર ચૂકવવામાં આવતો હતો. સત્વરે ભાવફેર ચૂકવવા માટે અગાઉ પશુપાલકો તેમજ આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરની રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત બાદ ગત 11 જુલાઈએ 2025 એ પશુપાલકોને ચૂકવવામાં આવ્યો હતો. પરંતું સાબર ડેરી દ્વારા ચૂકવવામાં આવેલ ભાવ ફેર પશુપાલકોને ગત વર્ષની સરખામણીએ ઓછો લાગતા પશુપાલકોમાં રોષ જોવા મળ્યો હતો. તેથી પશુપાલકોના આગેવાનો દ્વારા સોશિયલ મીડિયાના મારફતે દેખાવો કરવા માટે એકઠા થવા માટેનો મેસેજ કર્યો હતો. પશુપાલકો દેખાવો કરવા આવે તે પૂર્વે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો હતો. 1 ડીવાયએસપી, 4 પીઆઇ, 8 પીએસઆઇ સહિત 80 પોલીસનો બંદોબસ્ત ખડકાયો હતો.

ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અગાઉ સોશિયલ મીડિયા મારફતે પશુપાલકોને સમર્થન જાહેર કર્યું હતું. સાબર ડેરી ખાતે વિરોધ દર્શાવી રહેલા પશુપાલકોના સમર્થનમાં સાબર ડેરી ખાતે પહોંચ્યા હતા. સાબર ડેરી રોડ પર રહેલા પશુપાલકો બેરીકેટ તોડી ડેરીના દરવાજા પાસે પશુ પાલકો પહોંચ્યા હતા. જેના બાદ પશુપાલકો વિફર્યા હતા. સાબર ડેરી આગળ પશુપાલકોએ રસ્તો રોક્યો હતો. એસટી બસ સહિત વાહનો રોકી દીધા હતા. તો બેરીકેટને ધક્કા મારીને આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો. પશુપાલકોએ પોલીસના વોટર બ્રાઉઝર પર પથ્થરો ફેંક્યા હતા. પથ્થરોથી વોટર બ્રાઉઝરના મેન ગ્લાસને તોડી નાંખ્યો હતો. જોકે, આ ઘટમામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement