For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

DJની ધમાલમાં કેશિયો-બેન્ડ પાર્ટીના સૂર મૂરઝાયા

04:22 PM Nov 16, 2024 IST | Bhumika
djની ધમાલમાં કેશિયો બેન્ડ પાર્ટીના સૂર મૂરઝાયા
Advertisement

છેલ્લા એક દશકામાં મ્યુઝિકલ પાર્ટી અને બેન્ડવાજાનો ધંધો પડી ભાંગ્યો: બદલાયેલા ટ્રેન્ડને કારણે કલાકારો અને બેન્ડના ધંધાર્થીઓની આર્થિક સ્થિતિનો તાલ બગાડયો

સમયાંતરે દરેક ક્ષેત્રમાં પરિવતર્ન અનિવાય છે અને સમયની સાથે તેમાં અપગ્રેડેશન જરૂરી છે. દસકા અગાઉ લગ્નપ્રસંગમાં બેન્ડબાજા અને કેસીયો પાર્ટીના શૂર અને શરણાઇ અચૂક સાંભળવા મળતા અને તેને માણવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો પરંતુ સમય જતા બેન્ડબાજા અને કેસીયો પાર્ટીનું સ્થાન ડીજે એ લઇ લેતા લોકોને હાલ કેસીયાના સુર અને સરણાઇની કર્ણપ્રિયતા જાણે જાખી લાગી રહી હોય તેમ બન્નેની લોકપ્રિયતામાં ઘટાડો આવી ગયો છે અને કેસીયો પાર્ટી અને બેન્ડબાજાના ધંધાર્થીઓ મોટાભાગે નવરા જોવા મળી રહયા છે.

Advertisement

ત્રણ દાયકા અગાઉ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દેશી ઢોલની બોલબાલા હતી અને ત્યારબાદ તેની જગ્યા કેસીયો અને બેન્ડબાજા પાર્ટી વાળાએ લીધી એક સમય એવો પણ હતો જયાર કરની સ્થળે પણ વીર હે જવાનો કા, અલબેલો કા, આજ મેરે યાર કિ શાદી હે સહિતના ગીતા વાગતા એટલે ઘરે બેઠા ખબર પડી જતી કે કોઇકની જાન જઇ રહી છે અથવા ગામમાં વરઘોડો નીકળ્યો છે વર્તમાન સમયમાં આવા ગીતો હવે ભાગ્યે જ સાંભળવા મળે છે હાલ કેસીયો પાર્ટી અને બેન્ક બાજાના શરણાઇના સુર પણ લોકોને વિસરાઇ રહ્યા છે.

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલ બેન્ડ-બાજા માર્કેટ આજથી 30 વર્ષ પહેલા લગ્નના મહિના કે 2 મહિના પહેલા બેન્ડના અવાજથી ગૂંજી રહ્યું હતું. પરંતુ હવે એ માર્કેટમાં માંડ એક કે બે બેન્ડ-બાજા વાળા છે. જેમાંથી એક નવરંગ બેન્ડવાજાના માલિક સંદીપ મરાઠીના કહેવા પ્રમાણે બેન્ડવાજાના મોટાભાગના કલાકારો મહારાષ્ટ્રથી સ્પેશિયલ લગ્નગાળામાં આવે છે. અને ફક્ત લગ્ન ગાળામાં આખા વર્ષની કમાણી કરીને જાય છે. પરંતુ હવે એવી સ્થિતિ આવી છે કે કારીગરો આવતા જ નથી અને આવે તો બમણો ભાવ લેતા હોય છે, જેમને પણ ખૂબ ઓછું કામ મળે છે.

નવરંગ બેન્ડ વાજાના માલિક સંદીપ મરાઠીનું કહેવું છે કે, 10 વર્ષ પહેલા ડીજેની શરૂૂઆત થઈ હતી.
તે સમયે અમુક જ લોકો ડીજે બુક કરાવતા હતા, કારણ કે તે ટેક્નોલોજી નવી હતી. પરંતુ જેમ જેમ આ ટ્રેન્ડ વધ્યો, તેમ તેમ એવા ગીતો પણ આવ્યા કે જે બેન્ડ વાજાની સિસ્ટમમાં વગાડવા શક્ય ન હતા, જેમ કે રેપ સોંગ, રોમેન્ટિક સોંગ, ફાસ્ટ સોંગ, જેના કારણે લોકો ધીમે ધીમે ડીજે તરફ વળ્યા.

સાથે ડીજેની કિંમત પણ સસ્તી હતી, કારણ કે પહેલા બેન્ડ બાજાવાળા 20 હજાર લેતા હતા અને ડીજે ફક્ત 6 કે 7 હજાર લેતા હતા. એટલે ડીજે ચાલી નીકળ્યું. પરંતુ આજે બેન્ડવાજાની ટીમનેય 50-60 હજારથી ઓછું પોસાય તેમ નથી. જેને કારણે પણ ધંધાને અસર પડી છે. માણસ એક પ્રોગ્રામના પહેલા 200 રૂૂપિયા લેતા હતા અને હવે 1000 રૂૂપિયા લેતા હોય છે. સાથે હવે બેન્ડમાં પણ ડીજે સિસ્ટમ મુકવામાં આવે છે, કારણ કે બેન્ડમાં ગાવા માટે કલાકારો પણ હવે મળતા નથી. લોકો પણ ડીજે વગાડવાની માંગ કરે છે. જેના કારણે, 3 થી 4 લાખનો થાય છે. એટલે બેન્ડનો ભાવ વધારવો પડે છે.

બેન્ડના કલાકારોનું કહેવું છે કે, પહેલા જાનમાં પોલિસ એન્ટ્રી થતી અને લોકો લાઈવ ઇન્સ્ટ્રુમેન્ટ વધારે લોકો પસંદ કરતા હતા, પરંતુ હવે તો એ ઇન્સ્ટ્રુમેન્ટ શોભાના ગાંઠિયા સમાન થઈ ગયા છે. હવે લોકો નવા ગીતોની માંગ કરતા હોય છે અને ડીજેમાં નવા ગીતો વાગડાવવાનું પસંદ કરે છે. કલાકારો એક દુ:ખદ સ્વર સાથે કહે છે, છેલ્લા 10 વર્ષથી ડીજેનો જમાનો ચાલી રહ્યો છે, એટલે નુકસાન તો છે, પરંતુ શું કરી શકીએ? લોકોની પસંદગી અને ડિમાન્ડ પર જ ચલાવવું પડે છે.

પરફેકટ બીટ પર લોકોને ડાન્સ કરવું ગમે છે: DJ વેપારી
અમદાવાદના ડીજેના વેપારી કાંતિ પટેલે જણાવ્યુ છે કે ડીજેનો ટ્રેન્ડ છેલ્લા 10 વર્ષથી ચાલી રહ્યો છે. તેવું કારણ એ છે કે ડીજે સિસ્ટમ વિદેશી છે, અને તેના ઉપર કોઈપણ ગીતો વગાડી શકાય છે. લોકો તેને પરફેક્ટ બીટ પર ડાન્સ કરવા માટે પસંદ કરે છે. 10 વર્ષ પહેલા ફક્ત 7 કે 8 ડીજે વ્યવસાય કરતા હતા, પરંતુ હવે દરેક વિસ્તારમાં 10 જેટલા ડીજે વાળા તો હશે જ. પહેલા ડીજે નો ભાવ ફક્ત 1500-2000 હતો અને સિસ્ટમ પણ સાદી હતી, પરંતુ હવે નવી સિસ્ટમ સાથે 3-4 હજારનો ભાવ છે. એક નાઇટનો ડીજેનો ભાવ 4 થી 5 હજાર છે. સાથે જો તમે સાઉન્ડ સાથે ડીજે બુક કરો છો, તો તેનો ભાવ 17 હજાર સુધી થઈ શકે છે.

પોતાના બેન્ડમાં જ નોકરી કરવા મજબૂર-રાજાભાઇ
નવરંગ બેન્ડના જ કલાકાર રાજા ભાઈ જેમના 6 લોકોના પરિવારમાં તેઓ જ માત્ર કમાય છે, તેમનું કહેવું છે કે,થ20 વર્ષ પહેલા અમે રાજાની જેમ રહેતા, મારું પોતાનું જ બેન્ડ હતું. પરંતુ સમયાંતરે માગ ઓછી થઈ અને આજે મારે નવરંગમાં નોકરી કરવાનો વારો આવ્યો છે. જો કે, હજી સુધી મારી રોજગારી એવું મારું બેન્ડ અને તેનો સામાન વેચવાની મારી હિંમત નથી થઈ.

કેશિયા પાર્ટીનો 70 ટકા ધંધો પડી ભાંગ્યો છે
રાજકોટમાં અમે છેલ્લા 27 વર્ષથી કેસીયો પાર્ટીના વ્યવસાય સાથે સંકળાયેલા છીએ પરંતુ છેલ્લા એક દસકામાં સૌથી ખરાબ સમય ચાલી રહયો છે ડીજે આવતા 70 ટકા ધંધો પડી ભાંગ્યો છે. રાજકોટમાં હાલ 500 જેટલા પાર્ટીવાળા બંધ થઇ ગયા છે અને વર્તમાનમાં જે છે તેને પણ ગણ્યા ગાંઠયા ઓર્ડર મળી રહયા છે ઉપરાંત લગ્નના દિવસો માટે શનિ-રવિવાર વધારે પસંદ કરવામાં આવતા કારીગરોની પણ અછત પડતી હોય છે કારીગરોના ભાવમાં પણ વધારો થતા કેસીયો પાર્ટીના ચાર્જમાં વધારો કરવો પડી રહયો છે પરંતુ ડીજેની વધારે અસર પડી છે.
કિશન બારોટ (સાગર મ્યુઝિકલ કેસીયો પાટી,રાજકોટ)

Advertisement
Tags :
Advertisement
Advertisement