ધ્રોલમાં દૂધની ડેરીના સંચાલકની બોલેરોમાંથી રૂા.બે લાખ રોકડની ઉઠાંતરી
ડેરીમાં જ કામ કરતો કર્મચારી રોકડ રકમ લઈને ભાગી છુટ્યો હોવાનું આવ્યું બહાર
જામનગર જિલ્લાના ધ્રોળમાં દૂધની ડેરી ચલાવતા એક વેપારીની પાર્ક કરેલી બોલેરો કારમાંથી રૂૂપિયા બે લાખની રોકડ રકમની ચોરી થઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે, જયારે પોતાની ડેરીમાં કામ કરતો એક કર્મચારી ગાડીનો લોક ખોલી રોકડ રકમની ચોરી કરી જતો હોવાનો સીસીટીવી ના ફૂટેજ ના માધ્યમથી ખુલાસો થયો હોવાથી પોલીસમાં જાહેર કરાયું છે. જેને પોલીસ શોધી રહી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના મોટી બાણુગાર ગામના વતની અને હાલ ધ્રોલમાં જ્યોતિ પાર્ક શેરી નંબર -2 માં રહેતા અને દૂધની ડેરી નો વ્યવસાય કરતા નંદલાલભાઈ મગનભાઈ ભેંસદડીયા નામના વેપારીએ ધ્રોળ પોલીસ મથકમાં પોતાની બોલેરો કારમાંથી રૂૂપિયા બે લાખની રોકડ રકમની ચોરી થઈ ગયા ની ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર વેપારીએ પોતાની બોલેરો કાર ધ્રોળમાજ આવેલી બજરંગ ડેરી પાસે પાર્ક કરી હતી. ત્યાંથી તેની ડેરીમાંજ કામ કરતો ધ્રોલ તાલુકાના વાંકીયા ગામનો જીગ્નેશ રામજીભાઈ ભીમાણી નામનો શખ્સ ચાવી વડે લોક ખોલીને અંદરથી રોકડ રકમ ભરેલું પાર્સલ ચોરી કરીને લઈ જતો હોવાનો સીસીટીવી ફૂટેજ ના માધ્યમ થી ખુલાસો થયો હતો. તેથી ધ્રોલ પોલીસ મથકમાં પોતાના કર્મચારી સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ.જે. જાડેજા એ સીસીટીવી કેમેરાના ફૂટેજ વગેરે નિહાળીને રોકડ રકમ સાથે ભાગી છુટેલા આરોપીની શોધખોળ હાથ ધરી છે.
નાગનાથ ગેઇટ ચોકડી પાસેથી સ્કૂટરની ઉઠાંતરી
જામનગરની એક મહિલા દ્વારા નાગનાથ ગેઇટ વિસ્તારમાં પાર્ક કરવામાં આવેલું સ્કૂટર કોઈ તસકરો ચોરી કરી ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. જામનગરમાં વિકાસગ્રહ ની બાજુમાં વૃંદાવન એપાર્ટમેન્ટમાં રહેતા પલવીબેન સચિનભાઈ ચૌહાણ નામના મહિલાએ નાગનાથ ગેઇટ વિસ્તારમાં પોતાનું એક્સેસ સ્કૂટર પાર્ક કર્યું હતું, જ્યાંથી કોઈ તસ્કરો સ્કૂટર ની ચોરી કરી ગયા ની ફરિયાદ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઇ છે. પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી વાહન ચોરને શોધવાની કવાયત શરૂૂ કરી છે.