For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે ઓગસ્ટથી કાર્ગો સર્વિસ શરૂ કરાશે

04:41 PM Jul 16, 2025 IST | Bhumika
હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે ઓગસ્ટથી કાર્ગો સર્વિસ શરૂ કરાશે

પાર્કિંગ મામલે રોજ થતી માથાકૂટનું નિરાકરણ લાવવા સૂચના અપાઇ

Advertisement

રાજકોટ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે એરપોર્ટ પર 31મી જુલાઈથી વાઇફાઇની સુવિધા શરૂૂ થઈ જશે.તેમજ ઓગસ્ટ માસથી કાર્ગો સુવિધા શરૂૂ કરવામાં આવશે એરપોર્ટ ખાતે બ્યુરો ઓફ સિવિલ એવીએશ એડવાઈઝરી કમિટીની બીજી બેઠક મળી હતી, જેમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. રાજકોટના હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે એડવાઈઝરી કમિટીની બેઠક મળી હતી.

જેમાં જનપ્રતિનિધીઓએ એ2પોર્ટ ડાયરેક્ટર દીગંત બહોરા ઉપરાંત સાંસદ પરસોત્તમ રૂૂપાલા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.એરપોર્ટ સલાહકાર સમિતીની બેઠકમાં આંતરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂૂ કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તે અંગે એરલાઇન્સ દ્વારા પણ સર્વે કરવામાં આવતો હોવાનું તેમના પ્રતિનિધિઓ દ્વારા જાણવા મળ્યુ છે. તેમજ સવારની દિલ્હીની ફ્લાઇટ પણ શરૂૂ કરવા માટે સુચન કર્યુ હતું. આ ઉપરાંત અમદાવાદમાં બનેલી ઘટનાને પગલે સેફ્ટી ઓડિટને લઈને પણ રજુઆત કરવામાં આવી હતી. રાજકોટ એરપોર્ટ પરથી ડોમેસ્ટિક ફ્લાઇટમાં કાર્ગો ચલાવવા માટે અમદાવાદ બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટીના ડાયરેક્ટર આગામી તા.18મીએ સર્વે કરવા માટે આવશે. જુલાઈના અંત સુધીમાં મંજૂરી મળવાની અપેક્ષા છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના જુના ટર્મિનલ પરથી કાર્ગો સર્વિસ ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં શરૂૂ થવાની સંભાવના છે. આ મિટિંગમાં મુસાફરોની અસુવિધાઓને લઈને પ્રશ્નો કર્યા હતા અને આગામી સમયમાં મળનારી અન્ય બેઠકમાં આ તમામ પ્રશ્નોના ઉકેલ પણ આપવા અંગે સૂચના આપી હતી.

Advertisement

આ બેઠકમાં જનપ્રતિનિધિઓએ પાર્કિંગમાં થતી માથાકૂટ, વારંવાર વોશરૂૂમમાં બંધ થઈ જતું પાણી, વાઇ-ફાઇ, તેમજ બહાર ટેક્સી ચાલકો દ્વારા કરવામાં આવતા આડેધડ પાર્કિંગના કારણે થતી મુશ્કેલીઓ જેવા પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ કરવા માટે જણાવ્યુ હતું.આ ઉપરાંત ગ્રીન ફિલ્ડ એરપોર્ટ પર એરલાઇન્સ ટિકીટીંગ માટે બારી અરાઇવલમાં શુ કામ રાખવામાં આવી છે? તે અંગે વાત કરી તાત્કાલિક તેને ડીપાર્ચરમાં ખસેડવા માટે પણ સુચના આપી હતી. આ ઉપરાંત સરકારી બસને પણ પાર્કિંગની જગ્યા ન મળતા એરપોર્ટ આવતા મુસાફરોને ચાલીને આવવાની ફરજ પડે છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે જરૂૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement