રાજકોટ હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર કાલથી કાર્ગો સર્વિસ શરૂ
ઓથોરિટી દ્વારા સત્તાવાર જાહેરાત, વેપારીઓ-ઉદ્યોગકારોને મોટી રાહત
બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી દ્વારા પેસેન્જર ટર્મિનલનું નિરીક્ષણ કર્યા બાદ મંજૂરી અપાઈ
રાજકોટ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પેસેન્જર ટર્મિનલ દ્વારા કાર્ગો કામગીરીને મંજૂરી આપવામાં આવી છે. એરલાઇન્સ દ્વારા કાલથી ગમે ત્યારે કાર્ગો કામગીરી શરૂૂ કરવામાં આવશે, રાજકોટ સહીત સૌરાષ્ટ્ર અને કચ્છના વેપારી અને ઉધોગકારો માટે આ ખુશીના સમાચાર છે. ઘણા લાંબા સમયથી હીરાસર એરપોર્ટથી કાર્ગો સર્વિસ શરુ કરવાને લઈને રજુઆતો કરવામાં આવી હતી. તેમજ રાજકીય નેતાઓને વિવિધ વેપારી એસોસિએશનો દ્વારા પણ રજૂઆતો કરવામાં આવી હતી. છેવટે આ નિર્ણય લેવાયો છે. ઉપરાંત તાજેતરમાં એરપોર્ટ ખાતે બ્યુરો ઓફ સિવિલ એવીએશ એડવાઈઝરી કમિટીની બીજી બેઠક મળી હતી, જેમાં ચાલુ માસના અંત સુધીમાં કાર્ગો સુવિધા શરૂૂ કરવામાંના નિર્દશ આપવામાં આવ્યા હતા.
બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી અમદાવાદના રિજનલ ડિરેક્ટર અને તેમની ટીમે 18 જુલાઈએ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટની મુલાકાત લીધી હતી અને પેસેન્જર ટર્મિનલ દ્વારા કાર્ગો સર્વિસ તેમજ સુરક્ષા તપાસ સહીતની બાબતોની ચકાસણી કરી હતી. બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટીની ટીમે રીપોર્ટ આપ્યા બાદ હવે કાર્ગો કામગીરી માટે મંજૂરી આપવામાં આવી હતી જેથી આવતીકાલથી જ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપરથી પેસેન્જર ટર્મિનલ દ્વારા કાર્ગો સેવાઓ શરૂૂ કરવામાં આવશે.
આખરે રાજકોટના ઉદ્યોગકારો અને વેપારીઓની માગણીનો અંત આવ્યો છે.કાલથી રાજકોટ હીરાસર એરપોર્ટ પરથી કાર્ગોની સેવા શરૂૂ થવા જઈ રહી છે. કાર્ગો સર્વિસ બંધ હોવાના લીધે લાંબા સમયથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રની ઈન્ડસ્ટ્રીઝ અને વેપારીઓને મુશ્કેલી પડી રહી હતી. જૂના એરપોર્ટ પર કાર્ગો સુવિધા શરૂૂ કરાઈ હતી ત્યારબાદ હીરાસર એરપોર્ટ ખાતે કાર્ગોની સેવા બંધ થઈ ગઈ હોવાના લીધે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી વેપારીઓ અને ઉદ્યોગકારો માટે માલસામાન હાઇવે માર્ગે અમદાવાદ સુધી પહોંચાડવો પડતો હતો.
એરપોર્ટ ઓથોરિટીએ પેસેન્જર ટર્મિનલ દ્વારા કાર્ગો કામગીરીને મંજૂરી આપવામાં આવી છે. એરલાઇન્સ દ્વારા કાલથી ગમે ત્યારે કાર્ગો કામગીરી શરૂૂ કરવામાં આવશે સત્તાવાર રીતે જાહેરાત કરી છે. હીરાસર એરપોર્ટ ઉપ થી કાર્ગો સર્વિસ માટેનો કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે. અને અમદાવાદથી બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટીની ટીમે એરપોર્ટના ટર્મિનલની વિઝિટ અને નિરીક્ષણ કર્યા બાદ કાર્ગો ઓપરેશન શરૂૂ કરવા મંજુરી આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કાર્ગો ટર્મિનલ હંગામી ધોરણે બનાવાયેલા પેસેન્જર ટર્મિનલ પરથી શરૂૂ થશે. સૌથી મોટી રાહત રાજકોટના ઝવેરીઓને થઈ છે. જોખમી માલસામાન મોકલવા માટે વાહન માર્ગે મોકલવામાં આવતો હતો જના કારણે ઘણી વખત લૂંટ જેવી ઘટનાઓ બનતી હોવાથી ઝવેરીઓમાં ફફડાટ રહેતો હતો. સોના-ચાંદીના દાગીના તથા ઈમિટેશન જવેલરી માટે રાજકોટ હબ ગણાય છે ત્યારે દેશ-વિદેશના જુદા જુદા સેન્ટરમાં 10થી 12 ટન માલ મોકલવામાં આવતો હોય છે.
રાજકોટ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી કાર્ગો સેવા શરુ થવાથી રાજકોટ અને આસપાસના વિસ્તારના ઉદ્યોગો અને વેપારીઓને મોટો ફાયદો થશે. તેમજ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર યાત્રી સુવિધાઓ અને વ્યાપારી કામગીરીને વધુ સુદૃઢ બનશે જે રાજકોટને હવાઈ પરિવહન ક્ષેત્રે વધુ સશક્ત બનાવશે. રાજકોટ હીરાસર એરપોર્ટથી કાર્ગો સર્વિસ શરૂૂ થવાને લીધે હવે બીજી એરલાઇન્સ કંપનીઓ પણ આકર્ષિત થશે અને કાર્ગો સેવા શરુ થવાથી નવા સેક્ટરના દ્વાર પણ ખુલશે.