કાર્ગો ગ્રુપના પ્રમુખ, લુબીના ડિરેકટર સહિતના દુર્ઘટનાનો ભોગ બન્યા
નંદા પરિવારના 3 સભ્યો, કુલ 47 પરિવારોએ 130 સ્વજનો ગુમાવ્યા
169 ભારતીય, 53 બ્રિટીશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિક માટે લંડનની ફલાઇટ બની અંતિમ સફર
ફ્લાઈટમાં કુલ 230 મુસાફરો હતા. જોકે, આ પૈકી અનેક પરિવાર એકથી વધુ સભ્યો સાથે મુસાફરી કરી રહ્યા હતા. જેમાં અંદાજે 47 પરિવારના 130 સભ્યો પ્લેનમાં હતા અને તમામ મોતને ભેટ્યા છે. ફ્લાઈટમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂૂપાણી હતા. આ સાથે કાર્ગો ગ્રૂપના પ્રમુખ નંદા પણ પરિવાર સાથે ફ્લાઈટમાં મુસાફરી કરતા હતા, જ્યારે લુબીના ડિરેક્ટર સુભાષ અમીન પણ હતા. આ ઉપરાંત જુદા જુદા 50 પરિવાર પણ ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા હતા. આ તમામ માટે એરઇન્ડીયાની ફલાઇટ નં.171 કાયમ માટે દુ:સ્વપ્ન સમાન બની ગઇ છે.
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સવાર મુસાફરો પૈકી અનેક મુસાફરો પોતાની પરિવાર સાથે જઈ રહ્યા હતા. જેમાં જુદા જુદા 7 પટેલ પરિવારના 22 લોકો હતા. જોકે, પટેલ અટક ધરાવતા તમામ મુસાફરોના નામ પરથી પરિવારની જાણકારી મળતી નહોતી, પરંતુ જે ઓળખ થઈ છે તેના આધારે 22 જુદા જુદા પરિવારના સભ્યો હોવાનું જણાય છે. આ ઉપરાંત કાર્ગો ગ્રૂપના પ્રમુખ નંદા પરિવારના 3 સભ્યોનો પણ સમાવેશ થાય છે. ફ્લાઈટમાં અન્ય પરિવારમાં સોની પરિવારના 3 સભ્યો, અઘેડા પરિવારના 2, બક્ષી ફેમિલીના 2, બ્રહ્મભટ્ટ પરિવારના 2, ચૌધરી પરિવારના 3, ચોવટિયા પરિવારના 3, ક્રિશ્ચિયન પરિવારના 3 સભ્યોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ડાંગર પરિવારના 2, દરજી પરિવારના 2, દોશી પરિવારના 2, ગિરિશ પરિવારના 2, ગોધાણિયા પરિવારના 2, હાલાણી પરિવારના 3, હીરપરા પરિવારના 2, જીમુલિયા પરિવારના 2, જોશી પરિવારના 5, લવાણિયા ફેમિલીના 2, મકવાણા ફેમિલીના 2, મહેતા પરિવારના 3, મનેરિયા પરિવારના 2, મોઢા પરિવારના 2, મોદી પરિવારના 3, નાનાબાવા પરિવારના 2, પઘાડલ પરિવારના 2, પંચાલ પરિવારના 2, પંડ્યા પરિવારના 2, પરમાર પરિવારના 4, પવાર પરિવારના 2, રાણા પરિવારના 2, સૈયદ પરિવારના 8, શાહ પરિવારના 5, શર્મા પરિવારના 2, તાજુ પરિવારના 2, ઠક્કર પરિવારના 2, વોહરા પરિવારના 5 અને વંશાડિયા પરિવારના 2 સભ્યોનો સમાવેશ થાય છે.
અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં 230 મુસાફરો હતા. આ મુસાફરોમાં 169 મુસાફરો ભારતીય નાગરિકો હતા જ્યારે 53 બ્રિટિશ નાગરિકો હતા. આ નાગરિકો પૈકી મોટાભાગના ભારતીય મૂળના હતા અને બ્રિટિશ પાસપોર્ટ ધરાવતા હતા. આ ઉપરાંત 7 પોર્ટુગીઝ નાગરિકો અને 1 કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે.
ફ્લાઈટમાં સવાર 230 મુસાફરો પૈકી 72 પટેલ
ક્રેશ પ્લેનમાં સવાર 230 મુસાફરો પૈકી મોટાભાગના મુસાફરો પટેલ હોવાનું પણ સામે આવ્યું છે. પટેલ અટક ધરાવતા 72 મુસાફરો ફ્લાઈટમાં સવાર હતા. આ ઉપરાંત અન્ય જ્ઞાતિના લોકો પણ ફ્લાઈટમાં હતા. જેમાં સૈયદ અટક ધરાવતા 8, ચૌધરી અટક ધરાવતા 3, સોની અટક ધરાવતા 3, જોષી અટક ધરાવતા 4, પરમાર અટક ધરાવતા 4, શાહ અટક ધરાવતા 5 મુસાફરો હોવાની વિગતો સામે આવી છે.
ચરોતરના 44, સૌરાષ્ટ્ર-કચ્છ-દિવના 31, ઉતર ગુજરાતના 20, સુરતના 8, ભરૂચ-વડોદરાના 5-5 મુસાફરો
અમદાવાદથી લંડન જતાં ક્રેશ થયેલી એર ઇન્ડિયાની ફલાઇટ એઆઇ 171માં આણંદ જિલ્લાના 33 પેસેન્જર સવાર હતા જેમાં ત્રણ પેસેન્જર હાલમાં યુકે-લંડનમાં સ્થાયી થયેલા હોય અને વતનની મુલાકાત લઇને પરત ફરી રહ્યા હતા.જયારે ખેડા જિલ્લાના 11 મુસાફરો સવાર હોવાની માહિતી બહાર આવી છે. આ આંકડો વધી શકે તેવી શક્યતા પણ છે. ખેડા જિલ્લાના મુસાફરોના પરિવારજનોને આઘટનાની જાણ થતાં તેઓ તાબડતોબ અમદાવાદ દૂર્ધટના સ્થળે જવા માટે રવાના થયા હતા. ઉત્તર ગુજરાતના 20 લોકોઆ પ્લેનમાં મુસાફરી કરતાં હોવાની વિગત બહાર આવી છે. જેમાં મહેસાણા જિલ્લાના 9, બનાસકાંઠાના 5, જ્યારે અરવલ્લી અને પાટણ જિલ્લાના 3-3 મુસાફરો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. સુરત શહેર જિલ્લાના પણ આઠ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હોવાનું જણાયું છે. સુરત શહેર જિલ્લાના જે મુસાફરોના મૃત્યુ થયા છે તેમાં સુરત શહેરના રાંદેરરોડનું તબીબ દંપતી, કોસંબા તરસાડીનું વાસદીયા દંપતી, કામરેજ ઉંભેળની મહિલા અને સુરત શહેરમાં રામપુરાના ગછઈં નાનાબાવા પરિવારના ત્રણ સભ્યો પણ આ ફલાઇટમાં જ લંડન જઈ રહ્યા હોવાથી તેમણે પણ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. સૌરાષ્ટ્રના કચ્છ-દિવ સહીત 31 મુસાફરોનો સમાવેશ થતો હતો. વડોદરાના 5 અને ભરૂૂચના પણ 5 મુસાફરોનો સમાવેશ થાય છે.ભરૂૂચ જિલ્લાના 5 મુસાફરોના બહાર આવેલા નામોમાં પટેલ સાહિલ, પટેલ અલ્તાફ હુસેન, તાજુ હુસેના, તાજુ આદમ અને સાજેદા મીસ્તર કાવીવાલાનો સમાવેશ થાય છે.