વૃધ્ધાએ પહેરેલા ઘરેણાં જોઈ કેરટેકરની દાનત બગડી, 2.50 લાખના દાગીનાની ચોરી
પેલેસ રોડ પર જયરાજ પ્લોટ શેરી નં. 1/9ના ખુણે રહેતા અને સોનીકામ કરતાં ભરતભાઈ જયંતિભાઈ ભીંડી (ઉ.વ. 53)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, નીચેના રૂૂમમાં રહેતા ફઈ પુષ્પાબેન (ઉ.વ. 88) કે જેને આંખમાં દેખાતું ન હોય તેની રૂૂા. 2.50 લાખની કિંમતની સોનાની બંગડી, 1 વીંટી અને કયડો મળી કુલ 50 ગ્રામના ઘરેણા કાઢી લઇ તેના બદલે ખોટા દાગીના પહેરાવી દીધાની એ-ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.જેમાં શકમંદ તરીકે પુષ્પાબેનના કેરટેકર આશાબેન ગોંડલીયાનું નામ આપતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂૂ કરી છે.
ભરતભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,મારા ફુઇ પુષ્પાબેન જેમની ઉમર 88 વર્ષે ની હોય અને આંખ માં દેખાતુ ન હોય આથી નીચેના રુમમાં જ રહે છે.તા.01ના રોજ બપોરના હુ મારા કામ થી સોની બજારમાંથી ઘરે આવેલ અને મારા ફુઇ પુષ્પાબેન ભાણજીભાઈ ભીંડી રૂૂમમાં નિચે બેસેલ હોય આથી હુ થોડી વાર તેમની આગળ બેસેલ અને ફુઇની ખબર અંતર પુછતો હતો જે દરમ્યાન મારા ફુઈ ના હાથમાં મારી નજર પડતા તેમને પહેરેલ બંગળી જોતા મને વધારે ચમકતી લાગતા આથી મે હાથમાં હાથ લઇ ને જોતા ખોટી હોવાનુ લાગેલ અને બાદ બંને હાથની આંગળી માં પહેરેલ વિટી ખોટી હોવાનુ લાગ્યું હતું.
આથી તેમની હાથની સોનાની બંગળી નંગ 04 તથા એક સોનાની વિટી નંગ 01 તથા સોના નો કયડો નંગ 01 આશરે કુલ વજન 50 ગ્રામ ની જેની કી.રૂૂ. આશરે 2.50 લાખની જે અહી મારા ઘરે ફુઇની સારસંભાળ રાખવા માટે આવતા આશાબેન ગોંડલીયા લઈ ગયા હોવાની શંકા છે.આ મામલે એ ડિવિઝન પોલીસના હેડકોન્સ્ટે કિશનભાઈ આહીર તપાસ ચલાવી રહ્યા છે.મહિલાને સકંજામાં લેવા તજવીજ શરૂૂ કરાઇ છે.