For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નડિયાદ પાસે એક્સપ્રેસ હાઇવે પર કારનું ટાયર ફાટતાં ટ્રકમાં ઘૂસી, 3નાં કરુણ મોત

01:59 PM Dec 04, 2024 IST | Bhumika
નડિયાદ પાસે એક્સપ્રેસ હાઇવે પર કારનું ટાયર ફાટતાં ટ્રકમાં ઘૂસી  3નાં કરુણ મોત
Advertisement

રાજ્યમાં એક પછી એક અકસ્માતો વધતા જઈ રહ્યા છે. આજે બે અલગ અલગ અકસ્માતોની ઘટના સામે આવી છે. નડિયાદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પુરપાટ જતી કારનું ટાયર ફાટી જતાં તે સાથે અથડાતા ત્રણ લોકોના મોત થયા છે.

અમદાવાદ-વડોદરાને જોડતા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક મંગળવારની મોડી રાત્રે બિલોદરા બ્રીજ નજીક એક ગોઝારા અકસ્માત સર્જાયો હતો. જેમાં પસાર પુરપાટ જતી કારનુ એકાએક ટાયર ફાટતા આ કાર ડિવાઈડર કુદી રોંગ સાઈડે ઘૂસી હતી અને સામેથી આવી રહેલ ટ્રક સાથે અથડાઈ હતી. આ બનાવમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં સવાર એક મહિલા સહિત 5 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં ત્રણના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજયા હતા. જ્યારે બે વ્યક્તિઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકોમાં એક મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે. તમામ મૃતદેહને પીએમ માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

Advertisement

આ અકસ્માતમાં સુરત વરાછા વિસ્તારમાં રહેતા દલપતભાઈ ચમનાજી પુરોહિત (ઉ.વ. 38), સુભઢીદેવી ચમનાજી પુરોહિત (ઉ.વ.71) અને દિનેશ પ્રભારામ પુરોહિત (ઉ.વ.41)નો સમાવેશ થાય છે.

લક્ઝરી બસ ટ્રકમાં ભટકાઇ, 10 ઇજાગ્રસ્ત
બીજો અકસ્માત બગોદરા-વટામણ હાઇવે પર થયો છે. તારાપુર ચોકડી નજીક ખાનગી કંપનીની લકઝરી બસ અને ટ્રક ભટકાતા 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ સુરતથી જૂનાગઢ જતી એક ખાનગી લક્ઝરી બસના ચાલકને ઝોકુ આવતાં બસ આગળ જતી ટ્રકની પાછળ ધડાકાભેર ટકરાઈ હતી. જેમાં 10 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાં 6 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાના અહેવાલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement