For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જાન્યુ.માં કારના વેચાણમાં 62 ટકાનો બમ્પર વધારો

05:44 PM Feb 09, 2024 IST | Bhumika
જાન્યુ માં કારના વેચાણમાં 62 ટકાનો બમ્પર વધારો

ગુજરાતમાં કાર ડીલરો માટે જાન્યુઆરી એ પુન:પ્રાપ્તિનો મહિનો હતો અને વેચાણમાં 62%ની વિક્રમી વૃદ્ધિ જોવા મળી હતી. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના ડેટા અનુસાર, આ વર્ષે માત્ર જાન્યુઆરી દરમિયાન 47,776 કારનું વેચાણ થયું હતું, જે ગયા વર્ષના સમાન મહિનામાં 29,367 એકમ હતું. ડિસેમ્બર 2023ની સરખામણીએ જાન્યુઆરી 2024માં વેચાણમાં 44%ની તંદુરસ્ત વૃદ્ધિ જોવા મળી હતી.

Advertisement

ઑરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (ઘઊખત) દ્વારા ગણતરી કરાયેલા વેચાણના આંકડાઓ અનુસાર મોટાભાગના કાર નિર્માતાઓએ મહિના દરમિયાન તેમનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ વેચાણ પોસ્ટ કર્યું હતું.22 જાન્યુઆરીના રોજ રામ મંદિરના અભિષેક સમારોહના મુહૂર્ત દરમિયાન ઘરે નવું વાહન લાવવાની ઈચ્છા અને નવા લોન્ચને વધતો પ્રતિસાદ વેચાણમાં વધારો થવાના મુખ્ય કારણોમાંનો એક હતો. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશન (ઋઅઉઅ) ગુજરાતના જણાવ્યા અનુસાર, અયોધ્યામાં રામ લલ્લાની મૂર્તિના અભિષેક પ્રસંગે એક જ દિવસમાં આશરે 2,100 વાહનો, જેમાંથી 600 કાર હતી, અમદાવાદમાં પહોંચાડવામાં આવી હતી. સરેરાશ, એક જ દિવસમાં અમદાવાદમાં 500 ટુ-વ્હીલર અને લગભગ 200 કારની ડિલિવરી જોવા મળે છે. જો કે, શહેરમાં 75 કરોડ રૂૂપિયાના વાહનોનું વેચાણ થયું હતું. તેને એક શુભ મુહૂર્ત ગણીને, ખરીદદારોએ અગાઉથી બુકિંગ કરાવ્યું હતું, ઋઅઉઅ ગુજરાતના વરિષ્ઠ સભ્યએ જણાવ્યું હતું.

આ વખતે કારની ઇન્વેન્ટરી ભરેલી હતી અને તેથી, એકંદરે માંગ વધુ હતી. કાર અને ટુ-વ્હીલરની ઊંચી માંગ પણ સારી ઉપલબ્ધતા, સકારાત્મક ગતિ, સુધારેલ ગ્રાહક સેન્ટિમેન્ટ અને એકંદર બિઝનેસ સેન્ટિમેન્ટનું સૂચક છે. અમને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાંથી સારી માંગ જોવા મળી હતી અને વેચાણ વધવાનું આ એક મુખ્ય કારણ હતું, ઋઅઉઅ ગુજરાતના ભૂતપૂર્વ ચેરમેન પ્રણવ શાહે જણાવ્યું હતું.ફાઇનાન્સની સરળ ઉપલબ્ધતા એ વેચાણમાં સુધારો થવા પાછળનું બીજું કારણ છે. મોટાભાગનું વેચાણ મોટાભાગે 15 જાન્યુઆરી પછી થયું હતું જ્યારે કમુર્તાનો સમયગાળો પૂરો થયો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement