ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અમદાવાદ એસજી હાઇવે પર કારચાલકે બે હોમગાર્ડ જવાન સહિત પાંચને ઉડાડ્યા

05:39 PM Nov 15, 2025 IST | admin
Advertisement

અમદાવાદ શહેરમાં સતત મોટા અકસ્માતો થઈ રહ્યા છે. ગુનેગારો ફરી એકવાર બેફામ બનીને પૂરપાટ ઝડપે કાર ચલાવી રહ્યા છે અને પાંચ લોકોને ટક્કર મારી રહ્યા છે. આ ઘટના સિંધુભવન રોડ પર અર્બન ચોક પાસે બની હતી અને ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

Advertisement

અમદાવાદ શહેરના પોશ વિસ્તાર સિંધુભવન પાસે એક અકસ્માત થયો હતો, જેમાં એક ઝડપી કાર ચાલકે ફરજ પરના બે હોમગાર્ડ સહિત પાંચ લોકોને ટક્કર મારી હતી. અકસ્માત બાદ ભાગવાનો પ્રયાસ કરતા ડ્રાઇવરે ત્રણ મજૂરોને પણ ટક્કર મારી હતી. ઘટનામાં કોઈનું મોત થયું નથી અને મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી.
સિંધુભવન નજીક અર્બન ચોક નજીક એક કાર ચાલકે ભાગવાનો પ્રયાસ કરી બે હોમગાર્ડ અને ત્રણ મજૂરોને ટક્કર મારી હતી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂૂ કરી હતી. પોલીસે આ ઘટનામાં બે લોકોની અટકાયત પણ કરી છે, અને કાર ચાલકની ઓળખ હજુ સુધી જાણી શકાઈ નથી. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

અમદાવાદનો સિંધુભવન રોડ એક પોશ વિસ્તાર છે, અને યુવાનો ઘણીવાર આ રસ્તા પર અકસ્માતો કરાવે છે, બેદરકારીથી વાહન ચલાવે છે અને સ્ટંટ કરે છે. પોલીસને આ વાતની ખબર પણ નથી! ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સિંધુભવન રોડ પર મોડી રાત્રે થયેલા આ અકસ્માત બાદ પોલીસે નજીકના સીસીટીવી કેમેરા પણ તપાસ માટે કબજે કર્યા છે. પોલીસે એ પણ તપાસ શરૂૂ કરી છે કે કાર ચાલક નશામાં હતો કે નહીં.

Tags :
accidentAhmedabadAhmedabad newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement