ભાવનગર નજીક કાર સળગી, દંપતીનો ચમત્કારિક બચાવ
11:41 AM Dec 09, 2025 IST | Bhumika
ભાવનગર તળાજા નેશનલ હાઈવે પર તણસા રાજપરા નજીક રઘુવીર હોટલ પાસે કાર નંબર GJ04TR3893મા અચાનક આગ ફાટી નીકળી હતી. આથી ભાવનગરમાં સીદસર રોડ પર રહેતા કારચાલક મનુભાઈ હીરાભાઈ નકુમ અને તેમના પત્ની સમય સૂચકતા વાપરી કારમાંથી નીકળી જતા તેમને બચાવ થયો હતો. બનાવ અંગે ભાવનગર ફાયર બ્રિગેડને જાણ કરાતા કાફલાએ દોડી જઈ પાણીનો છંટકાવ કર્યો હતો.જોકે, વિકરાળ આગમાં કાર બળીને રાખ થઈ ગઈ હતી. (તસવીર: વિપુલ હિરાણી )
Advertisement
Advertisement