For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાર બ્રોકર મહેસાણાના ચીટર શખ્સની ઠગાઇનો ભોગ બન્યો

12:33 PM Dec 02, 2024 IST | Bhumika
કાર બ્રોકર મહેસાણાના ચીટર શખ્સની ઠગાઇનો ભોગ બન્યો
Advertisement

જામનગરમાં બેડી રીંગ રોડ પર રહેતા અને કાર બ્રોકિંગ નો વ્યવસાય કરતા કરસનભાઈ માલદેભાઈ ચેતરીયા નામના બ્રોકરે કારના વેચાણના બહાને પોતાની સાથે રૂૂપિયા 4,15,000 ની છેતરપિંડી કરવા અંગે મહેસાણા ના વતની જગદીશભાઈ ઉર્ફે પિયુષભાઈ મહેશભાઈ પટેલ સામે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી કરસનભાઈ ચેતરીયા કે જેઓ કાર ની લે-વેંચનો વ્યવસાય કરતા હોવાથી આરોપી જગદીશ પટેલે પોતે ભારતની ખ્યાતનામ કાર-24 કંપનીમાંથી ફોન કરે છે, અને બ્રેઝા કંપનીની કાર વેચવાની છે. જે કાર જામનગરમાં છે.

જેના રજીસ્ટર નંબર જી.જે. 10 ડી.ઇ. 9172 છે, તે કારના વોટ્સએપ થી ફોટા અને પેપર્સ વગેરે મોકલાવ્યા હતા. ત્યારબાદ કારના માલિક જામનગરમાં રહેતા જોરુભા જાડેજા નો સંપર્ક કરાવ્યો હતો. જેના પુત્ર અશોકસિંહ એ આવીને કાર બતાવી હતી, અને વેચાણનો સોદો કર્યા બાદ તેની ચાર લાખ પંદર હજારની રકમ આંગડિયા પેઢી મારફતે જગદીશભાઈએ મંગાવી લીધી હતી. જે રકમ આંગડિયા પેઢીમાં ટ્રાન્સફર કર્યા બાદ તેણે પોતાના જુદા જુદા ત્રણ મોબાઇલ ફોન આપેલા હતા, તે તમામ સ્વીચ ઓફ કરી દીધા હતા. કારના વેચાણની રકમ જગદીશ પટેલે પોતાની પાસે રાખી લીધી હતી, અને કારના મૂળ માલિક જોરુભા તેમજ તેમના પુત્ર અશોકસિંહને આપી ન હતી. તેથી સમગ્ર મામલામાં ચીટીંગ થયું હોવાનું ધ્યાનમાં આવતાં આખરે કરસનભાઈ ચેતરીયા એ પોતાની પ્રેસટીઝ જાળવવાના ભાગરૂૂપે કારનું બીજી વખત પેમેન્ટ કરી દીધું હતું, અને કારની ખરીદી કરીને તેઓએ અન્યને કાર નો સોદો કર્યો હોવાથી કાર વેચાણ કરીને આપી દીધી હતી.

Advertisement

પરંતુ પોતાના 4,15,000 ની રકમ જગદીશ પટેલે આંગડિયા મારફતે મેળવીને ભાગી છૂટ્યો હોવાથી સમગ્ર મામલાને સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો. જ્યાં પીએસઆઈ એસ.એમ. સિસોદિયા દ્વારા કરસનભાઈ ની ફરિયાદના આધારે આરોપી જગદીશ પટેલ સામે આઇપીસી કલમ 406 અને 420 મુજબ ગુનો નોંધ્યો છે, અને તેને પકડવા માટે ની દોડધામ શરૂૂ કરી છે.

પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન ઉપરોક્ત ચીટર દ્વારા અગાઉ પણ આ રીતે પોતે કાર-24 કંપનીના કર્મચારી છે, અને જામનગર માં અન્ય બે વ્યક્તિ સાથે ચીટીંગ કર્યું હોવાનું ધ્યાનમાં આવી રહ્યું છે.જ્યારે રાજ્યભરમાં પણ અનેક સ્થળોએ આવા ચીટીંગ કર્યાનું જાણવા મળી રહ્યું છે. જે સમગ્ર મામલામાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવાઇ રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement