ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વિદ્યા સહાયકની ભરતીમાં જગ્યા વધારવા ઉમેદવારોની સરકારમાં માંગ

05:20 PM Mar 03, 2025 IST | Bhumika
Advertisement

આવેદનપત્ર પાઠવી ટાટ પાસ દ્વારા રજૂઆત કરાઇ

Advertisement

રાજ્ય સરકાર દ્વારા વર્ષ-2023માં ધો.1થી8 માં વિદ્યા સહાયક હતી માટે TET-1 અને TET-2 ની પરીક્ષા લેવાયેલ હતી. ત્યારબાદ ધો. 1 થી 5માં 5000 અને ધો. 6 થી 8માં 7000 જ અન્ય માધ્યમની 1852 એમ કુલ મળીને 13,852 વિદ્યા સહાયકની ભરતી અંગેની જાહેરાત આપવામાં આવેલ છે.

ઉપરોક્ત વિગતના અનુસંધાને વર્ષ-2011 થી 2023 સુધીના તમામ TET પાસ ઉમેદવારોએ તેમજ હાલમાં વિદ્યા હાયક તરીકે ફરજ બજાવતાં શિક્ષકોએ પણ પોતાના વતનનો લાભ લેવા માટે ગઘઈ કઢાવી બોન્ડ ભરીને ફરીથી અરજી ફુલ છે. ઉપરાંત વયમર્યાદામાં પણ છુટછાટ આપવામાં આવે જેથી ઘણાને લાભ મળશે.

જેને લઈને TET-1ની કુલ- 9,371 અને TET-2ની કુલ- 53,447 તેમજ અન્ય માધ્યમમાં 1342 અરજીઓ એમ લ મળીને 64,160 અરજીઓ આવેલ છે. આમ, કુલ - 64,160 અરજીઓ સામે માત્ર 13,852 વિદ્યા સહાયકની ભરતી રવામાં આવે તો મોટાભાગના ઉમેદવારોનું શિક્ષક બનવાનું સ્વપ્ન રોડાઇ જાય તેમ છે. ધો.1 થી 8ની ચાલુ વિદ્યા સહાયકની ભરતીમાં જગ્યા વધારો કરવામાં આવે તો ઘણા ઉમેદવારોને ન્યાય મળશે. તેવી રજુઆત ટેટ પાસ ઉમેદવારો દ્વારા રાજય સરકારના શિક્ષણ વિભાગમાં કરવામાં આવી છે. ઉપરોક્ત માહિતી મુજબ ધો.1 થી 5 માં કુલ-21,354 જેટલા વિદ્યા સહાયકની ઘટ છે અને એ જ રીતે 6 થી 8 માં પણ શિક્ષકોની ઘટ છે. આથી પ્રાથમિક શિક્ષણનો પાયો ઘડનાર ભાવિ શિક્ષકોની લાગણી અને માગણીને ન્યાય આપી વિદ્યા સહાયકની જગ્યામાં વધારો કરવામાં આવે તો ધો.1 થી 8માં શિક્ષકોની ઘટ દૂર થશે અને ઉમેદવારો સારા શિક્ષક તરીકે સમાજમાં ગૌરવ મેળવે તેમજ બાળકોને પણ સારું શિક્ષણ મળી શકે.

Tags :
gujaratgujarat newsVidya Sahayak recruitment
Advertisement
Next Article
Advertisement