રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કમિશનરે સૂચવેલો રૂા.17.17 કરોડનો કરબોજ રદ

06:43 PM Feb 09, 2024 IST | Bhumika
Advertisement

બજેટનું કદ રૂા.2817.81માં 26 કરોડ વધારી રૂા.2843.91 કરોડ કરતી સ્ટેન્ડિંગ કમીટી

Advertisement

રૂા.50 કરોડની નવી 18 યોજનાઓ ઉમેરાઇ, રૈયા ટેલિફોન એકસચેંજ સર્કલનો ઓવરબ્રિજ કેન્સલ

રાજકોટ મહાનગરપાલિકાનું 2024-25નું કરબોજ વગરનું કદમાં વધારા સાથે 2843.91 કરોડનું બજેટ સ્ટેન્ડીંગ કમીટીમાં મંજુર કરવામાં આવ્યું હતું. મ્યુનિ. કમિશનર દ્વારા 2817.81 કરોડનું ડ્રાફટ બજેટ સ્ટેન્ડીંગ કમીટીને સુપ્રત કરવામાં આવ્યું છે. કમિટી દ્વારા બજેટનો અભ્યાસ કર્યા બાદ કમિશનરે સુચવેલ ગાર્બેજ કલેકશન, પાણીવેરો, મિલકત વોર, ખુલ્લા પ્લોટનો વેરો સહીતનો રૂા. 17.77 કરોડનો કરબોજ નામંજુર કરી ફકત સ્માર્ટ સીટી વિસ્તારમાં ખુલ્લા પ્લોટના વેરામાં વધારો મંજુર કરવામાં આવ્યો હતો. જ્યારે વેરાના કદમાં રૂા. 26 કરોડનો વધારો કરી નવા 50 પ્રોજેક્ટનો સમાવેશ કરી રૂા. 2843.91 કરોડના બજેટને મંજુરી આપવામાં આવી હતી.

મનપાની સ્ટેન્ડીંગ કમીટીની આજે બપોરે સંકલન બાદ સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે રૂા. 2843.91 કરોડનું ફાઈનલ બજેટ રજૂ કર્યુ હતું. કમિશનર દ્વારા તા. 31ના રોજ ડ્રાફ્ટ બજેટ સન્ટેન્ડીંગ કમિટિને સોંપવામાં આવેલ જેની ગહન ચર્ચા હાથ ધર્યા બાદ ગારબેજ કલેક્શન તેમજ પાણીવેરો અને મિલ્કત વેરાબીલમાં અને ખાલી પ્લોટના વેરામાં સુચવવામાં આવેલ વેરાવધારાની દરખાસ્ત નામંજુર કરવામાં આવી હતી. જ્યારે ફક્ત સ્માર્ટસીટી વિસ્તાર ટીપી સ્કીમ 32 હેઠળ આવતા તમામ ખાલી પ્લોટનો વેરો વધારવામાં આવ્યો હતો. તેવી જ રીતે મિલ્કત વેચાણની ટ્રાન્સફર ડિપોઝીટનું ફીમાં રૂપાંતરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી મિલ્કત ટ્રાન્સફર માટે રૂા. 250 ડિપોઝીટ લેવામાં આવતી હતી પરંતુ વર્ષો સુધી આ મિલ્કતનું વેચાણ ન થાય ત્યાં સુધી આ ડિપોઝીટનો ડેટા સાચવવો પડતો હોય હવેથી મિલ્કત વેચાણ સમયે અપાતી રૂા. 250 ડિપોઝીટની રકમ ફીમાં ગણવામાં આવશે જે પરત આપવામાં અવશે નહીં.

સ્ટેન્ડીંગ કમિટિએ ફાઈનલ કરેલ બજેટમાં કમિશનરે સુચવેલા ઉપરાંત વધારાના નવા 18 પ્રોજેક્ટોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બજેટના કદમાં રૂા. 26 કરોડનો વધારો થયો છે. જેની સામે નવા પ્રોજેક્ટો માટે રૂા. 50 કરોડના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. સ્ટેન્ડીંગકમાં મંજુર થયેલા બજેટમાં રાજકોટ મહાનગરપાલિકાને વધુ એક નવા ઝોનની ભેટ તથા કોર્પોરેટરની ગ્રાન્ટમાં વધારો તેમજ ડે. કમિશનરને નવી ગ્રાન્ડ આઈડ જીઆઈડીસીને જોડતા નવા બ્રીજ, કોમ્યુનિટી હોલ, હૈયાત કોમ્યુનિટી હોલનું નવીનીકરણ, નવી આંગણવાડીઓ તેમજ માધવરાય સિંધિયા ક્રીકેટ સ્ટેડિયમનું નવીનીકરણ અને મુખ્યમાર્ગોને વાઈટ ટોપીંગ ટેકનોલોજી વડે ટકાઉ બનાવવા નવીવોર્ડ ઓફિસો, સ્માર્ટ સોસાયટીઓની ગ્રાન્ટમાં વધારો, નવા સ્મશાન, સેન્ટ્રલરોડ ડિવાઈડર અને લાઈટીંગ, પાર્ટી પ્લોટ, વોકળા પાકા કરવા, નવા મહિલા વોકર્સઝોન અને નવી લાઈબ્રેરી સહિતના કામો માટે રકમની જોગવાઈ કરવામાં આવી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot budgetrajkot news
Advertisement
Next Article
Advertisement