For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોલીસ હોય એટલે ગમે તે કરી શકે? જુનાગઢ રેન્જ IGનો ઉધડો લેતી હાઇકોર્ટ

01:15 PM Feb 03, 2024 IST | Bhumika
પોલીસ હોય એટલે ગમે તે કરી શકે  જુનાગઢ રેન્જ igનો ઉધડો લેતી હાઇકોર્ટ

પોલીસ તાલિમ કેન્દ્રના ડ્રાઇવરના આપઘાત કેસમાં મહિલા ડીવાયએસપી અને પીઆઇ સામે માત્ર તપાસનું નાટક ચાલતું હોવાનું કોર્ટનું અવલોકન

Advertisement

જૂનાગઢના પોલીસ તાલીમ કેન્દ્રમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ કોઈ કારણસર શાપુરની સીમમાં આપઘાત કરી લીધો હતો. મૃતક પોલીસના ડ્રાઇવરના પુત્રએ પિતાને ન્યાય અપાવવા માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી. મામલે આજે હાઈકોર્ટે પોલીસ વિભાગની ઝાટકણી કાઢી હતી.

હાઈકોર્ટના આદેશ બાદ ડીવાયએસપી અને પીઆઇ સામે ગુનો નોંધાયો હતો. પરંતુ ગુનો નોંધાયો હોવા છતાં પોલીસ દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી ન કરવામાં આવતા હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. ડીવાયએસપી ખુશ્બુ કાપડીયા અને પીએસઆઇ પ્રવિણ ખાચર વિરુદ્ધ પાંચ મહિના થયા છતાં તપાસનું નાટક પોલીસ કેમ રમી રહી છે? આ કેસમાં કેટલી કાર્યવાહી કરવામાં આવી? આવી આકરી ટિપ્પણી કરી પોલીસ કાર્યવાહી મામલે સાવલો ઊભા કર્યા હતા. હાઈકોર્ટે જુનાગઢ રેન્જ ડીઆઈજી નિલેશ જાજડીયાનો ઉધડો લીધો હતો. ઉપરાંત હાઇકોર્ટ દ્વારા આક્રમક રીતે કહેવામાં આવ્યું કે, કેટલી તપાસમાં લાઈ ડીટેક્શન ટેસ્ટ કરાવ્યો તેનું એફિડેવિટ રજૂ કરવામાં આવે.
આ સિવાય પોલીસ ફરિયાદ અંગે પણ હાઇકોર્ટે ટકોર કરી હતી. આરોપી વિરુદ્ધ કરવામાં આવેલ પોલીસ ફરિયાદમાં આરોપીને સાહેબ કહીને સંબોધયા હતા આ મામલે હાઇકોર્ટે પ્રશ્ન પૂછ્યો હતો. ઉપરાંત એવું ક્યાંકને ક્યાંક દેખાય રહ્યું છે કે, મહિલા ડીવાયએસપીને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોય.

Advertisement

મૃતક ડ્રાઈવર બ્રિજેશ લાવડિયાના પુત્ર દ્વારા ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યા બાદ ઉજઙ ખુશ્બુ કાપડિયા અને ઙજઈં પ્રવિણ ખાચર વિરુદ્ધ ઋઈંછ નોંધવામાં હતી. પુત્ર રિતેશ લાવડિયાએ આક્ષેપ કર્યો હતો કે, તેના પિતાની હત્યા કરવામાં આવી છે. કાપડિયા અને ખાચર પર આત્મહત્યા માટે ઉશ્કેરણી, હુમલો, ફોજદારી ધાકધમકી અને ભારતીય દંડ સંહિતાની અન્ય સંબંધિત કલમો માટે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement