EWS ઉમેદવાર મેરિટના આધારે જનરલ કેટેગરીમાં સ્વિચ કરી શકે? કોર્ટે માંગ્યો ખુલાસો
ગુજરાત હાઈકોર્ટે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) ને નિર્દેશ આપ્યો છે કે ભરતી પ્રક્રિયામાં આર્થિક રીતે નબળા વર્ગ (ઊઠજ) ના ઉમેદવારને તેના મેરિટના આધારે જનરલ (બિન-અનામત) કેટેગરીમાં સ્થાનાંતરિત કરી શકાય કે કેમ, તે અંગે સ્પષ્ટતા કરવામાં આવે.
આ મામલો ગુજરાત વહીવટી સેવાઓમાં વર્ગ-1 અને વર્ગ-2 ની જગ્યાઓ માટેની પરીક્ષાનો છે. ઉમેદવારે સરકારી નોકરીઓમાં 10% અનામતનો લાભ લેવા EWS કેટેગરી હેઠળ અરજી કરી હતી.
જોકે, ફેબ્રુઆરી 2023 માં, GPSC એ ઉમેદવારને ગેરલાયક ઠેરવ્યા, કારણ કે તે રાજ્ય સરકારની નોકરીઓ માટે જરૂૂરી સમયમર્યાદામાં કુટુંબ આવકનું પ્રમાણપત્ર (Family Income Certificate) રજૂ કરી શકી ન હતી. આ કેટેગરીના ઉમેદવારો માટે રાજ્યની નોકરીઓમાં આવક, માતા-પિતાનું ડોમિસાઇલ સહિતના વધારાના દસ્તાવેજોની જરૂૂર પડે છે.
ઉમેદવારના વકીલે હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે, EWS કેટેગરીમાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હોવા છતાં, ઉમેદવારે પ્રિલિમિનરી પરીક્ષામાં 213 માર્ક્સ મેળવ્યા છે, જે જનરલ કેટેગરીના કટ-ઓફ માર્ક્સ (176) કરતાં ઘણા વધારે છે. વકીલે જણાવ્યું કે, C/ST/OBC કેટેગરીના ઉમેદવારોને જો વધુ માર્ક્સ મળે તો તેઓને જનરલ કેટેગરીમાં ગણવામાં આવે છે, તો EWS ઉમેદવાર માટે પણ આ જ નિયમ લાગુ થવો જોઈએ.
વ્યક્તિગત મુશ્કેલીઓ (માતા-પિતા ગુમાવ્યા અને સાસરિયાં તરફથી સહાયનો અભાવ) ને કારણે પ્રમાણપત્રો સમયસર મેળવવામાં અસમર્થ રહેવા છતાં, ઊંચો સ્કોર મેળવનાર ઉમેદવારને જનરલ કેટેગરીમાં કેમ ન ગણવા? તેવો પ્રશ્ન કોર્ટમાં ઉઠાવવામાં આવ્યો હતો. GPSCના વકીલે આ વિનંતીનો વિરોધ કર્યો છે, અને હવે હાઈકોર્ટે કમિશનને આ અંગે પોતાનો જવાબ અને સ્પષ્ટતા 21 નવેમ્બર સુધીમાં રજૂ કરવા માટે સમય આપ્યો છે.
