ભાજપના નામ વગર બાર એસો.ની ચૂંટણીનો પ્રચાર શરૂ
રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં દર વર્ષે ભાજપ પ્રેરિત વકીલો વચ્ચે ચાલતો જુથવાદ ઉંડીને આંખે વળગે છે ત્યારે વર્ષ 2026ની ચૂંટણી આગામી 19મી ડિસેમ્બરના રોજ યોજાવા જઈ રહી છે ત્યારે ભાજપ પ્રેરિત વકીલોના બન્ને જૂથે ચૂંટણી જંગ જીતવા કાવા-દાવા શરૂ કર્યા છે ત્યારે ભાજપ લીગલ સેલ દ્વારા પોતાની સમરસ પેનલને મેદાનમાં ઉતારવામાં આવી છે તે પૂર્વે જ હરીફ જૂથે સમરસ પેનલ નામ રાખ્યું હતું. પરંતુ સોશ્યલ મીડિયામાં બન્ને પેનલના નામ મુદ્દે ચર્ચાએ જોર પકડતાં હરીફ જૂથ દ્વારા નામ બદલીને આરબીએ રાખવામાં આવ્યું છે. શહેર ભાજપ પ્રમુખની સુચનાથી ભાજપના નામ વગર બાર એસોસીએશનની ચૂંટણીનો પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે.
લીગલ સેલની સમરસ પેનલનું કાર્યાલય કાલે ખુલ્લુ મુકાશે
રાજકોટ બાર એશોસીએશનની વર્ષ 2025-26 ની ચુંટણીમાં આગામી 19મી ડિસેમ્બરે યોજવા જઇ રહી છે. ત્યારે ભાજપ લીગલ સેલ દ્વારા પોતાની સમરસ પેનલને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવી છે. જેમાં પ્રમુખ પદે સુરેશ આર. ફળદુ, ઉપપ્રમુખ પદે સિધ્ધરાજસિહં કે. જાડેજા, સેક્રેટરી પદે મેહુલ મેહતા, લાઈબ્રેરી સેક્રેટરી પદે સાગર હપાણી, કારોબારી સભ્ય પદમાં અમિત વેકરીયા, દિપ વ્યાસ, રણજીત મકવાણા, યશ ચોલેરા અને કશ્યપ ઠાકર ચૂંટણી લડવા તૈયારી બતાવી છે. જ્યારે બાકી રહેતા પદો માટે પણ ટુંક સમયમાં ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે તેવું જણાવ્યું છે. આગામી રાજકોટ બાર એશોસીએશનની ચુંટણીમાં ભાજપ પ્રેરીત સમરસ પેનલના પ્રચાર પ્રસાર માટે આવતી કાલ તા.29/11/2025 ના રોજ સાંજના કલાક 6:30 વાગ્યે વીરાણી હાઈસ્કુલમાં ભાજપ લીગલ સેલ પ્રેરીત સમરસ પેનલનું કાર્યાલય ખુલ્લુ મુકવામાં આવશે, આ પ્રસંગે રાજકોટ બાર એશોસીએશનના સિનયર-જુનીયર ધરાશાસ્ત્રી, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદેદારો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ભાજપ પ્રેરીત સમરસ પેનલને જંગી બહુમતીથી ચુંટી કાઢવા સિનિયર ધરાશાસ્ત્રીઓ દબાર અપીલ કરવામાં આવી છે.
RBA પેનલના ઉમેદવારો જાહેર; પ્રચારના શ્રીગણેશ
બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સહ અધ્યક્ષ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન તથા બાર એસોસિએશનના વર્તમાન પ્રમુખ પરેશ મારુંના નેતૃત્વમાં આરબીએ પનલ ચૂંટણી લડશે આરબીએ પેનલમાંથી પ્રમુખ પદે વર્તમાન ઉપપ્રમુખ સુમિત વોરા, ઉપપ્રમુખ પદે બિમલભાઈ જાની, સેક્રેટરી માટે નિલેશ પટેલ, જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્ર ગોંડલિયા, લાઇબ્રેરી સેક્રેટરી કેતન મંડ, ટ્રેઝરરમાં પ્રગતિ માકડિયા, મહિલા કારોબારીમાં રક્ષાબેન ઉપાધ્યાય, કારોબારી સભ્ય પદે સ્તવન મેહતા, હસમુખ સાગઠીયા, મીનલબેન સોનપાલ, વિજય રૈયાણી, નિશા લુણાગરિયા, અશ્વિન રામાણી, ભાર્ગવ પંડ્યા, કલ્પેશ સાકરિયા અને સંજય ડાંગરના નામ ઘોષિત કરવામાં આવ્યા છે. દિલીપભાઈ પટેલની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે શહેર ભાજપ પ્રમુખ માધવ દવેની સુચના મુજબ પ્રદેશમાં કોઈ પણ જગ્યાએ ભાજપ લીગલ સેલના નામે ચૂંટણી લડતું નથી પ્રદેશના તમામ બાર એસોસિએશનના વકીલો પોતાની જાતે ચૂંટણી લડી રહયા છે. બંને પક્ષે ભારતીય જનતા પાર્ટીના વકીલો ચૂંટણી લડતા હોવાથી ભાજપ લીગલ સેલના નામે નહિ પરંતુ વકીલોએ સ્વતંત્ર ચૂંટણી લડવી જોઈએ તેવી પ્રદેશની સૂચના મુજબ આરબીએ પેનલ દ્વારા લીગલ સેલના નામે ચૂંટણી નહીં લડવાનું નક્કી કરવામાં આવ્યું છે.
