જિનેટીકલી મોડીફાઈડ પાકો-ખાદ્યપદાર્થોના આક્રમણને રોકવા સજીવ ખેતી મંચ દ્વારા અભિયાન
રાજકોટમાં રવિવારે સંમેલન: પદ્મશ્રી સુમન સહાય, રાજેશ કૃષ્ણન, કપિલ શાહ, પ્રફુલભાઇ સેંજલીયા, ડો.વલ્લભભાઇ કથિરીયા અને ડો.કમલ પરીખ આપશે વકતવ્યો: ભાવનગર ભુજમાં પણ સંમેલનના આયોજન
આગામી પાંચથી સાત ઓક્ટોબર દરમિયાન ભાવનગર, રાજકોટ અને ભુજમાં જનીન રૂૂપાંતરિ પાકોના જોખમો અને બાયોસેફટી નીતિ અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી એક મહત્વપૂર્ણ સંમેલના આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં જીએમ ખાદ્ય પદાર્થોની આરોગ્ય અને પર્યાવરણ પ થતી અસરો અંગે વિસ્તૃત ચર્ચા કરાશે અને જનતાને આ મુદ્દે માહિતગાર કરાશે. રાજકોટમાં છઠ્ઠ ઓક્ટોબર રવિવારના રોજ સવારે સાડા નવથી એક વાગ્યા સુધી રોટરી ગ્રેટર ભવન કોઠાર ડાયગ્નોસ્ટીક્સની બાજુમાં, વિદ્યાનગર મેઈન રોડ ખાતે, ભાવનગરમાં તારીખ પાંચ ઓક્ટોબર શનિવારના રોજ બપોરે ત્રણથી સાડા છ ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ, સરદારનગર અને ભુજમાં સાત ઓક્ટોબર સોમવારના રોજ બપોરે ત્રણથી સાડા છ ટાઉનહોલ ખાતે જાહેર જનતા માટે યોજાશે.
જીએમ ખાદ્ય પદાર્થો એ એવા ખોરાક છે જે જનીન રૂૂપાંતરિત જીવોમાંથી બનાવવામાં આવે છે, જેમાં વૈજ્ઞાનિકો એક જીવના ડીએનએમાંથી ચોક્કસ જીન લઈને બીજા જીવના ડીએનએમાં દાખલ કરે છે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ પાકને વધુ ઉત્પાદક, રોગ પ્રતિરોધક કે પોષણથી સમૃદ્ધ બનાવવાનો હોય છે. જોકે, આ ટેકનોલોજી સાથે કેટલાક ગંભીર જોખમો પણ સંકળાયેલા છે.
જીએમ પાકો સજીવના ડીએનએમાં કુદરતથી વિરુદ્ધ અણધાર્યા અને પાછા ન વાળી શકાય તેવા ફેરફારો કરીને તૈયાર કરાય છે. ટામેટામાં માછલીના જીન્સ. ચોખામાં માનવના જીન્સ નાખવામાં આવે છે. પ્રાકૃતિક સજીવ ખેતીની ફિલસુફી વિભાવના અને ધોરણોમાં તે ક્યાંય માન્ય નથી. જીએમ પાકોની પરાગરજને કારણે સજીવ ખેતી થી ઉગાડેલ પાકમાં નવું અપ્રાકૃતિક ડીએનએ પૂમીને તેને અભડાવી મૂકે એટલે તેને સજીવ ખેતીની પેદાશ ન ગણાય
જીએમ ખાદ્ય પદાર્થોના સેવનથી માનવ આરોગ્ય પર અનેક પ્રકારની નકારાત્મક અસરો થઈ શકે છે. ખામાં તીવ્ર એલર્જીક પ્રતિક્રિયાઓનું જોખમ, એન્ટિબાયોટિક પ્રતિરોધ, હોર્મોનલ અસંતુલન અને કેન્સરનું વધનું જોખમ સામેલ છે. વળી, જીએમ ખાદ્ય પદાર્થોના લાંબા ગાળાના સેવનથી ન્યુરોલોજિકલ સમસ્યાઓ જેવી કે અલ્ઝાઈમર અને પાર્ક્ધિસન રોગનું જોખમ વધી શકે છે. આ ઉપરાંત, પાચનતંત્રની સમસ્યાઓ અને જનીનીક નુકસાનની શક્યતાઓ પણ ચિંતાનો વિષય છે. પર્યાવરણ પર પણ જીએમ પાકોની ગંભીર અસર પડી શકે છે.
જૈવવિવિધતામાં ઘટાડો, "સુપર વીડ્સ"નું નિર્માણ અને કુદરતી પરાગનયન પ્રક્રિયામાં વિક્ષેપ જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આર્થિક દૃષ્ટિકોણથી જોઈએ તો, બીજ પેટન્ટ અને ખેડૂતોની આર્થિક સ્વતંત્રતા પર પણ આનાથી અસર પડી શકે છે. આ સંમેલનમાં પદ્મશ્રી વૈજ્ઞાનિક સુમન સહાય, પ્રાકૃતિક ખેતીના યુવા નેતા રાજેશ કૃષ્ણન, જતન સંસ્થાના કપિલ શાહ, પ્રાકૃતિક ખેતીના પુરસ્કર્તા પ્રફુલભાઈ સેંજલિયા, ડો.વલ્લભભાઇ કથીરિયા અને ડો.કમલ પરીખ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેશે. દરેક શહેરમાં સ્થાનિક નિષ્ણાતો પણ તેમના વિચારો રજૂ કરશે.આ સંમેલન જીએમ પાકોના જોખમો અને નવી નીતિ અંગે જાગૃતિ ફેલાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે. આ મુદ્દે જાગૃત નાગરિકોની ભાગીદારી નીતિ નિર્માણમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે.
રાજકોટમાં યોજાનારા સંમેલન માટે હિમાંશુ લીંબાસીયા,મનીષભાઈ પારેખ, નેહાબેન પારેખ,દિનેશ પટેલ, ભાવીનભાઈ, કાંતિભાઈ ભુત, અશ્વિનભાઈ, પ્રશાંત માંકડ, શીવલાલભાઈ, આશીષભાઈ, કેતનભાઈ લશ્કરી, રસીલાબહેન પટેલ,શીતલભાઈ, લોપાબહેન, અલ્પાબા, વિપુલભાઈ,જીતુભાઈ વાડોલીયા, ચૈતન્ય ઠાકર, અટલ શર્મા ,ચિન્મયી હેમાણી, સુરજીતસિંગ જહેમત ઉઠાવી રહ્યા છે.રાજકોટમાં છઠ્ઠી ઓક્ટોબર રવિવારના રોજ સવારે સાડા નવથી એક વાગ્યા સુધી રોટરી ગ્રેટર ભવન,કોઠારી ડાયગ્નોસ્ટીક્સની બાજુમાં, વિદ્યાનગર મેઈન રોડ ખાતે આ સમેલન યોજાયું છે. ત્યારે વધુમાં વધુ સંખ્યામાં લોકો જોડાય તે મહત્વનું છે. આ સંમેલનમાં કોઈપણ વ્યક્તિ વિનામૂલ્યે જોડાઈ શકે છે. આ માટે ઓનલાઈન નોંધણી કરાવવા માટે તથા વધુ વિગતો માટે હિમાંશુભાઈ લીંબાસીયાનો 98259 00012 પર સંપર્ક કરવા જણાવાયું છે.
જીએમ પાકો પર યુરોપિયન યુનિયને લાદ્યા નિયંત્રણો
વિશ્વના અનેક દેશોએ જીએમ ખાદ્ય પદાર્થો પ્રત્યે સાવચેત અભિગમ અપનાવ્યો છે. યુરોપિયન યુનિયને જીએમ પાકો પર કડક નિયંત્રણો અને લેબલિંગ નિયમો લાગુ કર્યા છે, જ્યારે જાપાને સખત નિયમનકારી માળખું અને વ્યાપક સુરક્ષા મૂલ્યાંકન અપનાવ્યું છે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કેસ-બાય-કેસ આધારે મંજૂરી અને ફરજિયાત લેબલિંગની પદ્ધતિ અપનાવવામાં આવી છે.
જીએમ પાકો માટે રાષ્ટ્રીય નીતિ ઘડવી જરૂરી
ભારતમાં, 2002માં બીટી કપાસને મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ 2010માં બીટી રીંગણ અને 2016 તથા 2021માં જંતુનાશક પ્રતિરોધક (એચટી) રાયડાની મંજૂરી રોકવામાં આવી હતી. આ નિર્ણયોમાં જનતાના અવાજે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સર્વોચ્ચ અદાલતના આદેશ અનુસાર, કેન્દ્ર સરકારે ખેડૂત પ્રતિનિધિઓ, બાયોટેકનોલોજીસ્ટ, કૃષિ વિજ્ઞાની અને રાજ્ય સરકાર સાથે પરામર્શ કરીને જનીન રૂૂપાંતરિત પાકો માટે રાષ્ટ્રીય નીતિ ઘડવાની જરૂૂર છે. આથી કોર્ટમાં ચાલેલો 22 વર્ષ જૂનો કેસ વળી પાછો જનતાની અદાલતમાં આવેલ છે.