ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પ્રશ્ર્નપેપરમાં ગોટાળા રોકવા પરીક્ષા સમિતિની તાત્કાલિક બેઠક બોલાવો

05:38 PM Dec 05, 2025 IST | Bhumika
Advertisement

શિક્ષણ વિભાગના ડીન ડો.નીદત બારોટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને પત્ર પાઠવી પરીક્ષા સમિતિની બેઠક બોલાવવા અને પ્રશ્નપત્રની રચનામાં થતી ખામીઓ નિવારવા વિવિધ મુદે વિસ્તૃત ચર્ચા કરવા રજુઆત કરી છે.
રજુઆતમાં જણાવાયું છે કે, ગુજરાત જાહેર વિશ્વવિદ્યાલય અધિનિયમ-2023 તથા ગુજરાત કોમન યુનિવર્સિટી સ્ટેચ્યુટ્સ-2024 અનુસાર વિશ્વવિદ્યાલયની પરીક્ષા પ્રક્રિયાના આયોજન, સંચાલન, દેખરેખ અને પરિણામોની પારદર્શિતા માટે પરીક્ષા સમિતિ(Examination Committee) એ એક વહીવટી અને શૈક્ષણિક દૃષ્ટિએ મહત્વની કાયમી સમિતિ છે.

Advertisement

સ્ટેચ્યુટ મુજબ, પરીક્ષા સંબંધિત નીતિગત અને કામગીરી સંબંધિત મુદ્દાઓને ચર્ચા કરીને જરૂૂરી નિર્ણય લેવાની જવાબદારી આ સમિતિને સોંપવામાં આવેલી છે. ઉપરોક્ત કાનૂની જોગવાઈઓને આધારે, નીચેના અગત્યના મુદ્દાઓ તાત્કાલિક સમિતિ ચર્યા માંગે છે. તેથી, મહેરબાની કરીને પરીક્ષા સમિતિની વિશેષ બેઠક વહેલા તકે બોલાવવાની વિનંતી છે:આગામી પરીક્ષાઓમાં પ્રશ્નપત્રમાં ત્રુટિઓ ન રહે તે માટે નવી પ્રક્રિયા, સ્ક્રુટિની મિકેનિઝમ, ડબલ ચેકિંગ સિસ્ટમ અને વિષય નિષ્ણાતોની રચના સંબંધિત મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા જરૂૂરી છે.

પરીક્ષા સંબંધિત વિવિધ કામગીરી કરનાર પરીક્ષકો, મૂલ્યાંકનકાર, પેપર સેટર તથા અન્ય વ્યક્તિઓની ચુકવણી લાંબા સમયથી બાકી છે. બાકી રકમનું સચોટ આંકડાકીય વિવરણ રજૂ કરી, ચુકવણી પ્રક્રિયા ઝડપી થાય તે બાબતે નિર્ણય લેવો જરૂૂરી છે. વિદ્યાર્થીઓ, કોલેજો અને ફેકલ્ટીઝને સમયસર આયોજન કરવાની સુવિધા મળે તે માટે પરીક્ષાનું સમયપત્રક (Exam Time Table) અગાઉથી તૈયાર કરવું જરૂૂરી છે.તાજેતરમાં માર્કશીટમાં કેટલાક કેસમાં ત્રુટિઓ નોંધાઈ છે. ભૂલોના મૂળ કારણોને ઓળખી સુધારેલી પદ્ધતિ અમલમાં મૂકવા તથા ભૂલો ફરી ન બને તેવા પગલાં અંગે સમિતિમાં ચર્ચા અનિવાર્ય છે. ઉપરોક્ત યારેય મુદ્દાઓ શૈક્ષણિક ગુણવત્તા, પરીક્ષાની વિશ્વ સનીયતા અને વિદ્યાર્થીઓના હિત સાથે સીધા સંકળાયેલા હોવાથી પરીક્ષા સમિતિની બેઠક તાત્કાલિક બોલાવી યોગ્ય નિર્ણય લેવા વિનંતી છે.

Tags :
examination committeegujaratgujarat newsquestion paper fraud
Advertisement
Next Article
Advertisement