For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વોર્ડ નં.6માં રૂા.1.18 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે ર્ક્યુ ખાત મુહૂર્ત

12:30 PM Sep 28, 2024 IST | Bhumika
વોર્ડ નં 6માં રૂા 1 18 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે ર્ક્યુ ખાત મુહૂર્ત
Advertisement

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર શહેરના વોર્ડ નં.6માં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું.

આ ખાતમુહૂર્તના કામો જેમાં જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા નિર્માણ પામનાર વોર્ડ નં. 6 માં ઢીંચડા ગામ પાસે આવેલ યોગેશ્વરધામ સોસાયટીમાં તથા સમર્પણ હોસ્પિટલ થી બેડીબંદરને જોડતા રીંગ રોડથી ઢીંચડા ગામ જવા સાટે સ્લેબ ડ્રેઈન / પાઈપ ડ્રેઈન / માઈનોર બ્રીજ તથા સંલગ્ન સી.સી. રોડની રકમ રૂૂ.90 લાખ 82 હજારના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું તેમજ વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત પુષ્પક પાર્ક-2 અને તિરુપતિ પાર્ક -2 માં કોમન પ્લોટમાં, યોગેશ્વરધામ મંદિરની બાજુમાં તથા કષ્ટભંજન હનુમાન મંદિરની બાજુમાં રૂ.18 લાખ 75 હજારના ખર્ચે પેવર બ્લોકના કામનું મંત્રીએ ખાતમુહૂર્ત કર્યું હતું.મંત્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર રસ્તાનાં મજબુતીકરણ થવાથી ઢિંચડા ગામ તથા આસપાસની સોસાયટીઓના અનેક લોકોની સુખાકારીમાં અભિવૃધ્ધિ થશે તેમજ જામનગર શહેર ખાતે અવર-જવરમાં પણ ખુબ સરળતા રહેશે. અને વાહન ચાલકોને પણ અગવડતાઓનો સામનો નહીં કરવો પડે.

Advertisement

આ કાર્યક્રમમાં ડેપ્યુટી કમિશનર ડી.એ.ઝાલા, હાપા એપીએમસીના ચેરમેન મુકુંદભાઈ સભાયા, કોર્પોરેટર જશુબા ઝાલા, અગ્રણીઓ, અધિકારીઓ તેમજ વિવિધ સોસાયટીના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement