For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલની કારનો ચોટીલા નજીક અકસ્માત

12:18 PM Jan 31, 2025 IST | Bhumika
કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલની કારનો ચોટીલા નજીક અકસ્માત

Advertisement

ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ કે જેઓ ગઈકાલે ગાંધીનગરમાં હાજરી આપ્યા બાદ ગઈકાલે મોડી સાંજે ગાંધીનગર આવવા માટે તેઓ પરત ફર્યા હતા, દરમિયાન ચોટીલા હાઈવે રોડ પર રાત્રિના પોણા બારેક વાગ્યાના અરસામાં તેઓની કાર ને અકસ્માત નડયો હતો, પરંતુ તેમાં તેઓનો ચમત્કારિક બચાવ થયો છે.

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની કારને પાછળથી આવી રહેલા એક ટ્રક ના ચાલકે સાઈડ માંથી ટ્રકને પસાર કરતાં કાર એક સાઈડના પડખામાં ટ્રક સાથે ઘસડાઈ હતી, અને કારમાં ઉજરડા પડ્યા હતા. પરંતુ સમય સૂચકતા વાપરીને કારના ચાલકે કારને સાઈડમાં લઈને ઉભી રાખી દેતાં અંદર બેઠેલા કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલનો ચમત્કારી બચાવ થયો હતો, અને કોઈ જાનહાની થઈ ન હતી. તેઓ મોડી રાત્રે હેમખેમ પોતાના ઘેર પહોંચી ગયા હતા, ત્યારબાદ સર્વેએ હાશકારો અનુભવ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement