કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ સ્વસ્થ, સિનર્જી હોસ્પિટલમાંથી અપાઇ રજા
- હાલ આરામ કરવાની તબીબોની સલાહ, શુભેચ્છકો ઊમટયા
ગુજરાતના કેબિનેટ મંત્રી અને જામનગરના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલને 18 દિવસ પહેલા બ્રેઇન સ્ટ્રોક આવતા સારવાર માટે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબિયત સ્વસ્થ થતા આજે તેમને રજા આપવામાં આવી હતી. જો કે, તબીબોએ હજુ રાઘવજીભાઇ આરામ કરવાની સલાહ આપી છે.
આજે સવારે રાઘવજીભાઇ પટેલને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારે સિનર્જી હોસ્પિટલનાં તબીબો તેમજ શુભેચ્છકોએ તેમને તંદુરસ્તીની શુભકામના પાઠાવી હતી.સિનર્જી હોસ્પિટલની યાદીમાં જણાવાયુ છે કે, રાઘવજીભાઈ પટેલને 10/02/2024 મોડી રાત્રે બોલવામાં તકલીફ અને શરીર ડાબી બાજુની નબળાઈ સાથે જામનગરની જી.જી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. ત્યાં ડોક્ટર દ્વારા પ્રાથમિક નિદાન કરતા મેજર બ્રેઇન સ્ટ્રોક હોવાનું જણાયું હતું અને તેમને તાત્કાલિક ધોરણે રાજકોટ ખાતે સિનર્જી સુપરસ્પેયાલીટી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવેલ. જ્યાં તેમને ન્યુરો સર્જેન ડો.સંજય ટીલાળા, ડો.દિનેશ ગજેરા, અને ન્યુરો ફીઝીશીયન ડો.કલ્પેશ સનારીયા, ડો.હિરલ હાલાણી તથા ક્રીટીકલ ટીમના ડો.જયેશ ડોબરિયા તથા ડો.મિલાપ મશરૂ અને કાર્ડીઓલોજીસ્ટ ડો.શ્રેણિક દોશી, ડો.કિંજલ ભટ્ટ, ડો.વિશાલ પોપટની, ડો.નિલેશ માંકડિયા તથા ડો.સત્યમાં ઉધરેજા તથા રાજકોટ એમ્સ અને દિલ્હી એમ્સ હોસ્પિટલના ડોક્ટર્સના માર્ગદર્શન હેઠળ સઘન સારવાર અને સસતત મોનીટરીંગ કરવામાં આવ્યું હતુ અને 18 દિવસની સઘન સારવાર બાદ આજે તા.29/2ના રોજ તેમને હોસ્પિટલ માંથી ડીસચાર્જ આપવામાં આવ્યુ છે. હાલની તબિયત સ્વસ્થ છે, અને આશા રાખીએ છીએ કેૉ આપણા લોક લાડીલા મંત્રી શ્રી રાઘવજીભાઇ ટૂંક સમયમાં જનતાની સેવમાં ફરી કાર્યરત થશે.