વિધાનસભાના સચિવ તરીકે સી.બી. પંડયાની નિમણૂક
ગુજરાત વિધાનસભાને એક વર્ષ બાદ નિયમિત સચિવ મળ્યા છે. સી. પી. પંડયાની નિમણુંક કરવામા આવી છે વિધાનસભા સભ્ય એમ. પટેલનો કાર્યકાળ ગયા વર્ષે ઓગસ્ટમાં પૂરો થયો હતો, ત્યારબાદ તેમને એક્સટેન્શન આપવામાં આવ્યું ન હતું.
ગુજરાત વિધાનસભાને સી.બી. પંડ્યા તરીકે નિયમિત સચિવ મળ્યા છે, આ સંદર્ભમાં શનિવારે રાજ્ય સત્તાવાળાઓ દ્વારા આદેશ પસાર કરવામાં આવ્યો છે. છેલ્લા લગભગ 13 મહિનાથી, ઓગસ્ટ 2024 થી, પંડ્યા વિધાનસભાના પ્રભારી સચિવ તરીકે પોતાની ફરજો બજાવી રહ્યા છે.
સી. બી. પંડ્યા ગુજરાત વિધાનસભાના 11મા સચિવ બનશે. આ પહેલા, આ પદ હરકાંત શુક્લા, દ્વિજેન દેસાઈ, ઠાકોરલાલ બારોટ, જે.એમ. પરીખ, પી.એમ. ઠક્કર, એન.કે. કથિરિયા, વિનોદ દવે, કે.એમ. પંચાલ, ટી.કે. ડોરિયા અને ડી.એમ. પટેલ સંભાળી ચૂક્યા છે ડી.એમ. પટેલનો કાર્યકાળ ગયા વર્ષે ઓગસ્ટમાં પૂરો થયો હતો, ત્યારબાદ તેમને એક્સટેન્શન આપવામાં આવ્યું ન હતું.