BZનો કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા IPLની ટીમ ગુજરાત ટાઇટન્સ ખરીદવા કરી હતી તૈયારી
BZ કૌભાંડના સીઇઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા આઇપીએલ ટીમ ગુજરાત ટાઇટન્સ ખરીદવાનો હોવાનો ખુલાસો થયો છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નવેમ્બર મહિનામાં ભૂપેન્દ્રસિંહ ઝાલા આઇપીએલ ટીમ ખરીદવાનો હતો. સાત દિવસના રિમાન્ડ પુરા થતા ઝાલાને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે વધુ ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યા છે.
બીજેડ કૌભાંડ મામલે ભૂપેન્દ્રસિંહ ઝાલાના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સીઆઇડી ક્રાઇમે વધુ છ દિવસના રિમાન્ડ માંગ્યા હતા પણ કોર્ટે ભૂપેન્દ્રસિંહ ઝાલાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સીઆઇડી ક્રાઇમની તપાસ દરમિયાન મોટો ખુલાસો થયો છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ નવેમ્બર મહિનામાં આઇપીએલની ટીમ ગુજરાત ટાઇટન્સને ખરીદવાની તૈયારી બતાવી હતી.
જોકે, રિમાન્ડ દરમિયાન તપાસ એજન્સીના હાથે કોઇ નક્કર હકીકત સામે આવી નથી.
મુખ્ય સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ જણાવેલ કે સીઆઇડી ક્રાઇમ દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલાના 6 દિવસના રિમાન્ડની માંગણી 10 કારણો સાથે કરવામાં આવી હતી. બીજેડ વેબસાઇટ પર 11 હજારથી વધુ લોકો નોંધાયા હતા. વ્યાજની રકમ રોકડમાં આપવામાં આવી હતી. રોકાણકારો લાવવા માટે પાંચ લેવલ સુધી એજન્ટ રાખવામાં આવ્યા હતા. 300 અને 100 રૂૂપિયાના સ્ટેમ્પ પર ભૂપેન્દ્રસિંહ ઝાલા જ પોતે સહી કરતા હોવાનું સામે આવ્યું છે.
એક ટકાથી લઇ 5 ટકા સુધીનું કમિશન બીજેડના એજન્ટોને મળતું હતું. 12518 સ્ટેમ્પની ખરીદી બીજેડ ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી. ટોટલ સ્ટેમ્પ ખરીદીની સામે હજુ પણ 1286 સ્ટેમ્પની એન્ટ્રી મળતી નથી. 230 રોકાણકારોએ 25 લાખથી 4 કરોડનું રોકાણ કર્યું હતું. 40 એજન્ટને 40 સ્માર્ટફોન અને સ્માર્ટવોચ આપવામાં આવી હતી. હિસાબ ના મળ્યા હોય એ નાણાં ક્યા રોકાણ કરાયું તેનો હિસાબ પણ બાકી છે.