રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કાલાવડ નાકા બહાર બે આંખલાઓની લડાઈમાં બુઝુર્ગ ગંભીર રીતે ઘાયલ

12:03 PM Aug 07, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

જામનગરમાં કાલાવડ નાકા બહાર આવેલા પૂલ ઉપર બપોરે બે આંખલાઓ યુદ્ધે ચડ્યા હતા, જેમાં એક બુઝુર્ગ ઘાયલ થયા છે, અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા ફારુકભાઈ ખત્રી નામના બુઝુર્ગ મંગળવારે બપોરે કાલાવડ નાકા બહારના પૂલ પર થી પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન એકાએક બે આંખલાઓ યુદ્ધે ચડ્યા હતા, અને તેઓએ ફારુકભાઈ ખત્રીને હડફેટમાં લઈ લેતાં ઇજાગ્રસ્ત બન્યા હતા. તેઓને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે, જોકે તેઓ હાલ ભયમુક્ત છે. બંને આંખલાઓ ને લડાઈ લાંબો સમય ચાલી હતી, અને તેટલા સમય માટે બહારના પુલ ઉપરથી વાહન વ્યવહાર થંભી ગયો હતો. જોકે બંને આંખલાઓની લડાઈ આખરે ખતમ થઈ હતી અને વાહન વ્યવહાર પૂર્વવત બન્યો હતો.

Tags :
gujaratgujarat newsKalavadKalavad news
Advertisement
Next Article
Advertisement