For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચોટીલામાં ધમધમતું ગેસ રીફિલીંગ સેન્ટર ઝડપાયું

02:29 PM Sep 20, 2025 IST | Bhumika
ચોટીલામાં ધમધમતું ગેસ રીફિલીંગ સેન્ટર ઝડપાયું

પોલીસ સ્ટેશન નજીકની બે ગેસ એજન્સીઓ ઉપર પ્રાંત અધિકારીનો દરોડો: રૂા.15,33,650નો મુદ્દામાલ સીલ

Advertisement

સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલા ખાતે પોલીસ સ્ટેશન નજીક આવેલ બે ગેસ એજન્સી ઉપર પ્રાત અધિકારી તથા તેમની ટીમે દરોડા પાડી રહેણાંક વિસ્તારમાં ધમધમતા ગેર કાયદેસર ગેસ રીફીલીંગ કોભાંડને પકડી પાડી 15 લાખ થી વધુનો મુદ્દામાલ સીલ કરી કાર્યવાહી કરતા ચકચાર મચી ગયેલ છે.

સમગ્ર રાજ્યમાં પવિત્ર યાત્રાધામ એવા ચોટીલા પંથકમાં અનેક પ્રકારની ગેર કાયદેસર પ્રવૃતિઓએ માઝા મૂકી છે. ત્યારે કડક અને નિષ્ઠાવાન એવા સિંઘમ અધિકારીની છાપ ધરાવતા પ્રાત અધિકારીએ આવી તમામ પ્રવૃતિઓ સામે કાર્યવાહી હાથ ધરતા ગેર કાયદે પ્રવૃતિઓ સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Advertisement

જાણવા મળતી વિગતો મુજબ ચોટીલા પ્રાત અધિકારી હર્ષદ મકવાણા તથા તેમની ટીમ દ્વારા શુક્રવારનાં પોલીસ સ્ટેશન નજીક ચામુંડા રોડ ઉપરનાં રહેણાંક વિસ્તારમાં આવેલ એલપીજી ગેસ સીલીન્ડરની વારાહી ગેસ એજન્સી અને ગુજરાત ગેસ એજન્સીમાં આકસ્મિક દરોડા પાડતા રહેણાંકના મકાનમાં તદન ગેરકાયદેસર એલપીજી ગેસ સીલીન્ડરના પોતાના જીવના જોખમે તેમજ આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકોના જીવને જોખમમાં મુકી તદન ગેરકાયદેસર ગેસ રીફીલીંગની કરવામાં આવતી પ્રવૃત્તિ ઝડપાઇ ગયેલ હતી.

જેમાં સીરાજખાન દીલાવરખાન 5ઠાણની ગુજરાત ગેસ એજન્સી અને ભરતભાઇ મનુભાઇ રાજવીરની વારાહી ગેસ એજન્સી ના પ્રોપરાઇટરો તેઓના સાગરીતો સાથે બંને કુલ 5 (પાંચ) ઇલેકટ્રીક મોટરોનો ઉ5યોગ કરી આ ગેસ રીફીલીંગની ખુબ જ જોખમી ગે. કા પ્રવૃત્તિ કરવામાં આવતી હતી, આ સ્થળ ઉપરથી કુલ 1545 બોટલાના તુટેલા શીલ કવર મળી આવેલ હતા જેઓને જપ્ત કરવામાં આવ્યા હતા તેમજ પીકઅ5 વાન - 1, ગેસ સીલીન્ડરની ભરેલી બોટલો નંગ-168, ખાલી બોટલો નંગ- 93, રીલીફીંગમાં ઉ5યોગમાં લેવાતી ઇલેકટ્રીક મોટરો નંગ - 5, લાઇટર નંગ- 72, નોજલ પાઇ5 નંગ-125, વજન કાંટા નંગ- 2 નંગ, રેગ્યુલેટર નંગ-139,ગેસ સ્ટવ નંગ 45! ઓકસીજન બોટલ નંગ-17 મળી કુલ રૂૂ.15,33,650/- (અંકે રૂૂપિયા પંદર લાખ તેત્રીસ હજાર છસો પચાસ પુરા) નો મુદ્દામાલ જપ્ત કરી, ગોડાઉનમાં રાખી, ગોડાઉનને સીલ મારવામાં આવેલ છે.

ઉકત બંને ગોડાઉનના પ્રો5રાઇટરો દ્વારા એસ.પી.જી. ( પુરવઠા વિતરણ અને નિયમન) હુકમ 2000, ઘ ગેસ સીલીન્ડર રૂૂલ્સ 2016, ઇલેકટ્રીક સીટી એકટ 2003, એકસપ્લોઝીવ એકટ 1984 તથા એકસપ્લોઝીવ રૂૂલ્સ 2008, આવશ્યક ચીજ વસ્તુ અઘિનિયમ તેમજ અન્ય અલગ અલગ કડીંકાઓનો ખુલ્લે આમ ભંગ કરેલ હોવાથી તેઓની વિરુઘ્ઘ નિયમોનુસાર કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement