લીંબડી ટ્રક પાછળ કાર ઘૂસી જતાં વેપારીના પુત્રનું મોત
12:31 PM Sep 05, 2025 IST
|
Bhumika
Advertisement
લીંબડી-અમદાવાદ હાઈવે પર રળોલ ગામના પાટિયા નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. આઈસર ટ્રક પાછળ ઈકો કાર ધડાકાભેર અથડાતા લીંબડીના જાણીતા કરિયાણા વેપારી હસનઅલી મનસુખભાઈના 55 વર્ષીય પુત્ર રાજેશભાઈ હસનલીભાઈ કોઠિયાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે.
Advertisement
અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘવાયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂૂ કરી હતી.
આ દુર્ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્રિત થયા હતા. અકસ્માતને કારણે હાઈવે પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજેશભાઈના આકસ્મિક અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પરિવારજનોમાં શોક અને આક્રંદનું વાતાવરણ છવાયું છે.
Next Article
Advertisement