હળવદમાં લમણે ગોળી ધરબી દેનાર વેપારીનું સારવાર દરમિયાન મોત
હળવદમાં રહેતા વેપારીએ પોતાની રિવોલ્વરમાંથી થોડા દિવસો પહેલા પોતાના લમણે ગોળી મારી હતી જેથી ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ ગયા હતા ત્યાં ચાલુ સારવાર દરમ્યાન તે વેપારીનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
હળવદમાં રહેતા કિશોરભાઇ ઉર્ફે બકાભાઈ ઠક્કર (60) નામના વેપારીએ પોતાની રિવોલ્વરથી જાતે પોતાના લમણે થોડા દિવસો પહેલા ગોળી મારી હતી જેથી તેને માથામાં ગોળી લાગતા તેઓને ગંભીર ઈજા થઈ હતી જેથી કિશોરભાઇને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યારબાદ અમદાવાદ લઈ ગયા હતા ત્યાં ચાલુ સારવાર દરમ્યાન તે વેપારીનું મોત નીપજયું છે જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવેલ છે અને વધુમાં પોલીસ પાસેથી મળેલ માહિતી મુજબ જે તે સમયે વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેની પાસેથી એક ચિઠ્ઠી મળી હતી જેમાં તે પોતાની જાતે પોતાના લમણે ગોળી મારે છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.