હળવદમાં આર્થિક સંકડામણથી કંટાળી વેપારીનો આપઘાત
01:18 PM Dec 03, 2025 IST | Bhumika
હળવદ શહેરમાં રહેતા અને સોનીકામ કરતા વેપારીનું કામ બરોબર ચાલતું ના હતું અને ધંધો બરોબર ચાલતો ના હોવાથી આર્થિક સંકડામણથી કંટાળી ગળેફાંસો ખાઈ વેપારીએ આપઘાત કર્યો હતો.
Advertisement
હળવદ આનંદપાર્ક સોસાયટી 1 ના રહેવાસી ચિરાગભાઈ રજનીકાંતભાઈ ઝીઝુવાડિયા (ઉ.વ.43) વાળાએ ગત તા. 26 ના રોજ પોતાના ઘરે છતના ભાગે લગાવેલ પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું હળવદ પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક ચિરાગભાઈ સોનીકામનો ધંધો કરતા હતા અને ધંધો વ્યવસ્થિત ચાલતો ના હતો અને આર્થક સંકડામણ રહેતું હોવાથી મનોમન લાગી આવતા પોતાની જાતે ગળેફાંસો ખાઈ લીધાનું ખુલ્યું છે હળવદ પોલીસે આપઘાતના બનાવ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
Advertisement
