મોરબીમાં પાલિકાનું કામ ટ્રાફિક પોલીસે કરી રોડ પરના બુર્યા ખાડા
મોરબી શહેરમાં પડેલ ભારે વરસાદના કારણે અનેક રોડ રસ્તા પર ખાડાઓ પડી ગયા છે ત્યારે પાલીકા દ્વારા આ ખાડા ના બુરતા ટ્રાફિક પોલીસ દ્વારા મોરબીના શનાળા રોડ પર સરદારબાગ પાસે રોડ પર પડેલ ખાડો બુરી ટ્રાફિક પોલીસે માનવતાનું કામ કર્યું છે.
મોરબી શહેરમાં નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી બસ ખાલી મીટીંગો બોલાવે કામની તારીખો નક્કી કરે અને પેપર પર વર્ક કરી પ્રજાને ગુમરાહ કરવાનું કામ કરી રહી છે. ત્યારે મોરબી શહેરમાં પડેલ ભારે વરસાદના કારણે અનેક રોડ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્ય છે રોડ પર મસ મોટા ખાડાઓ પડી ગયા છે પરંતુ નગરપાલિકાને તેની કોઈ ચિંતા નથી કેમકે નગરપાલિકાના અધિકારીઓને કામ ન કરવાની આદત પડી ગઈ છે. રોડ પર ખાડાઓમાં પાણી ભરેલ છે તથી વાહન ચાલકોને ખાડો છે કે રોડ તે ખબર પડતી નથી જેથી અકસ્માતનો ભોગ બનવું પડે છે તેમજ ઘણી વખત ટુ વ્હીલર નાના વાહનો સ્લીપ થઇ જતાં હોય છે ત્યારે મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.
જેમાં મોરબીના શનાળા રોડ પર સરદારબાગ સામે રોડ પર પડેલ ખાડાના કારણે વાહનચાલકોને તેમજ અવર જવર કરતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી મોરબી ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા નાગદાનભાઈ ગઢવી તથા જીઆરડી જવાન રાજ ગોહેલ દ્વારા રોડ પર પડેલ ખાડામાં કપચી અને લાદીના ટુકડાના બાચકા નાખી ખાડો બુરી દેવામાં આવ્યો છે જેથી લોકોને ચાલવામાં રાહત મળી છે જેથી ટ્રાફિક પોલીસ પોતાના કાર્ય સાથે માનવતાનું કામ કરી રહી છે. જ્યારે નગરપાલિકા ખાડામાં લોકોને પડવાની રાહ જોઈ રહી છે.