ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટીપ્પણી કરનાર રૂપાલાના પૂતળાનું દહન
05:32 PM Mar 29, 2024 IST
|
Bhumika
Advertisement
રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોતમ રૂપાલા જાહેરસભામાં ક્ષત્રીય સમાજ વિશે કરેલી અભદ્ર ટીપણીનો રાજયભરમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે ક્ષત્રીય પરિવારની બહેન દિકરીઓ વિશે અભદ્ર ટિપણી કરનાર કેન્દ્રીય મંત્રીના પુતળા દહન અને તેમના વિરૂધ્ધ ઠેરઠેર આવેદન પત્ર આપવામાં આવી રહ્યા છે.
Advertisement
રાજકોટના લોકસભાના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ કરેલી અભદ્ર ટીપણીના વિરોધમાં ગઇકાલે સુરેન્દ્રનગર ક્ષત્રીય સમાજ દ્વારા ઉમેદવારની ટીકીટ પરત ખેંચવાની માગણી સાથે સુરેન્દ્રનગર ક્ષત્રીય સમાજ પાસે ઉમેદવારના પુતળાનું દહન કરી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. બીજી બાજુ ધંધુકામાં ક્ષત્રીય સમાજ દ્વારા પરસોતમ રૂપાલાએ કરેલી ટીપણીના વિરોધમાં મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. અને ઉગ્ર રજુઆતો કરવામાં આવી હતી.
Next Article
Advertisement