For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દાઝેલા દર્દીઓને સિવિલમાં લેસરથી સારવાર મળશે

05:23 PM Feb 05, 2025 IST | Bhumika
દાઝેલા દર્દીઓને સિવિલમાં લેસરથી સારવાર મળશે

Advertisement

જી. ટી. શેઠ નજીક જગ્યા ફાળવતા કલેકટર : ગ્રાઉન્ડ ફલોર સહિત ત્રણ માળની ઇમારત બનશે, ક્રિટિકલ કેર સેન્ટર પણ નિર્માણ પામશે

દાઝેલા દર્દીઓને લેસર સહિતની આધુનિક સારવાર મળી રહે તે માટે રાજકોટ સરકારી હોસ્પિટલ દ્વારા અલગથી અધતન બન્સ વોર્ડ બનાવવામા આવશે જેના માટે કલેકટર દ્વારા જી. ટી. શેઠ હોસ્પિટલ નજીક જગ્યાની ફાળવણી કરવામા આવી છે જેમા ગ્રાઉન્ડ ફલોર સહિત ત્રણ માળી ઇમારત બનાવાશે તેમા ક્રિટીકલ કેર સેન્ટરની સુવિધા ઉપલબ્ધ કરાશે. પ્લાન પીઆઇયુ દ્વારા સરકારમા મુકાયો છે જેને લીલીઝંડી મળતા જ બાંધકામ શરૂ કરાશે.

Advertisement

બર્ન્સ કેર સેન્ટરમાં સ્પેશિયલ ટાઈપનાં લેસરની સુવિધા આપવામાં આવશે. તેમજ દાઝી ગયેલા દર્દીની સારવાર કરવા માટેના રાષ્ટ્રીય સ્તરનાં આધુનિક સાધનો મુકવામાં આવશે. એટલું જ નહીં આ માટે ખાસ નિષ્ણાંત ડોક્ટર્સ સહિતની ટીમોની નિમણુંક કરવામાં આવશે. આ માટે જુદા-જુદા 2 ફ્લોર બનાવવામાં આવ્યા છે. જેમાં પેશન્ટ રીસેપ્શન એરિયા, મેલ અને ફિમેલ તેમજ ચિલ્ડ્રન વોર્ડ, ડ્રેસિંગ રૂૂમ, સ્પેશિયલ ઓપરેશન થિયેટર ઉપરાંત માઇનોર ઓપરેશન થિયેટર તેમજ દર્દીઓનાં સગાઓને બેસવા માટેની સુવિધા સહિતની તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે કલેકટરે બન્સ વોર્ડ માટે 3100-3200 મીટર જગ્યા ફાળવી છે.

જ્યારે ક્રિટિકલ કેર સેન્ટરમાં ઈમરજન્સી મેડિસીન અને સર્જરી તેમજ હાડકાનો વિભાગ રાખવામાં આવશે. આ ક્રિટિકલ કેર સેન્ટરમાં ઓપીડી ટાઈમ સિવાય કોઈપણ સમયે ઇમરજન્સી દર્દીઓ આવે તો તેને સીધા સારવાર માટે ખસેડાશે. ડોક્ટરો દ્વારા તેને ચકાસ્યા બાદ જે વિભાગમાં સારવાર આપવાની હશે તે વિભાગમાં દાખલ કરવામાં આવશે. અકસ્માત કે દાઝેલા દર્દી આવ્યા બાદ તેની સારવાર તુંરત ચાલુ થાય તે પ્રાથમિકતા રહેશે. આ તમામ સુવિધાનો લાભ માત્ર રાજકોટ જ નહીં સૌરાષ્ટ્રના દર્દીઓને મળી રહેશે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાઝેલા દર્દીની સારવાર બાદ સ્કીન બેન્ક પણ ઉપલબ્ધ હોવાથી તેની કોસ્મેટીક ટ્રીટમેન્ટ અને પ્લાષ્ટીક સર્જરી પણ કરવામાં આવશે. આ માટે અલગથી આધુનિક ઈન્સ્ટ્રુમેન્ટ ઉપલબ્ધ કરવામાં આવશે. તેના માટે ડિપાર્ટમેન્ટ ઓફ પ્લાસ્ટીક સર્જરી અને ડિપાર્ટમેન્ટ ઓફ સર્જરી અદ્યતન બનાવવામાં આવશે. જેના કારણે કોઈપણ દર્દીને નિ:શુલ્ક રાષ્ટ્રીય સ્તરની સારવાર મળી રહેશે. આ બંને વિભાગોમાં ખાસ નિષ્ણાંત ડોક્ટર્સ સહિતનાં સ્ટાફની પણ નિમણુંક કરવામાં આવશે. જેના દ્વારા 24 કલાક ઇમરજન્સી સારવાર આપવામાં આવશે. જેના કારણે દર્દીઓને અમદાવાદ સુધી જવાની જરૂૂર પડશે નહીં.

સૌરાષ્ટ્રના દર્દીઓને હવે અમદાવાદના ધકકા બંધ થશે
બન્સ વોર્ડ અને ક્રિટીકલ કેર સેન્ટર માટેની ઇમારતનો પ્લાન મંજુર થયા બાદ કામગીરી શરૂ કરાશે આ સુવિધા સિવિલભા ઉભી થવાથી ગંભીર પ્રકારના દર્દીઓએ અમદાવાદ સુધી ધકકા ખાવા પડતા હતા તેઓને હવે રાજકોટમા ઘર આંગણે જ આધુનિક સુવિધા સફર સારવાર મળી રહેશે અને જોખમ પણ ઘટશે આ સુવિધાથી 30 લાખ જેટલા લોકોના સમય, નાણાની બચત થશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement