અવીરા ગોલ્ડમાં માનક બ્યુરોનો દરોડો, લાયસન્સ વગર ઉત્પાદન-વેચાણ ઝડપાયું
રાજકોટમાં ભારતીય માનક બ્યુરો દ્વારા શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ એક સોની વેપારીને ત્યાં દરોડો પાડી હોલમાર્ક વગર સોનાના ઘેરણાનું ઉત્પાદન અને વેચાણ કરવા બદલ 167 ગ્રામ સોનું કબજે કરવામાં આવેલ.
ભારતીય માનક બ્યુરો, રાજકોટ શાખા કાર્યાલયના અધિકારીઓ સત્યેન્દ્ર પાંડે (ડાઈરેક્ટર), પિયુષ ગેડીયા (ડેપ્યુટી ડાઈરેક્ટર), રાહુલ રાજપૂત (ડેપ્યુટી ડાઈરેક્ટર) દ્વારા 7 ઓક્ટોબર 2025 ના રોજ અવીરા ગોલ્ડ લિમિટેડમાં તપાસ અને જપ્તી કાર્યવાહી હાથ ધરાઇ હતી. અવીરા ગોલ્ડ લિમિટેડ ભારતીય માનક બ્યુરોના લાઇસન્સ વગર અને એચ યુ આઈ ડી વગર સોનાના ઘરેણાં બનાવવાનું અને વેચાણનું કાર્ય કરતી હતી જેથી બીઆઇએસ અધિનિયમ, 2016 ની કલમ 14 અને 15 નું ઉલ્લંઘન થતું હોવાનું જણાયું હતું.
તપાસ અને જપ્તી કામગીરી દરમિયાન, પેઢીમાંથી હોલમાર્ક વગર નું ટોટલ 167 ગ્રામ સોનુ જપ્ત થયું છે. બીઆઇએસ ગ્રાહકોને આઇએસઆઇ-ચિહ્નિત માલના લાઇસન્સ નંબર ચકાસવા અને ઉત્પાદનની અસલીતા ચકાસવા માટે બીઆઇએસ કેર એપનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. ગ્રાહકોને ઉદ્યોગો દ્વારા આવા દુરુપયોગથી વાકેફ રહેવા અને નીચેના સરનામે બીઆઇએસને આવા કોઈપણ દુરુપયોગની જાણ કરવા માટે પણ ચેતવણી આપવામાં આવે છે.