મોરબીમાં 3 વ્યાજખોરોની દાદાગીરી, શિક્ષક પાસેથી પઠાણી ઉઘરાણી કરી આપી ધમકી
10 ટકા લેખે 50 લાખ લીધા બાદ વ્યાજ ભર્યા છતાં પઠાણી ઉઘરાણી
મોરબીના રાજપર ગામે રહેતા હરેશભાઈ ઉર્ફે હિરેનભાઈ ગોરધનભાઈ વડગાસીયાએ મોરબીના લખધીરપુર ગામે સરકારી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા હોય આ ઉપરાંત નવા બસ સ્ટેન્ડ સામે આવેલા સદભાવના સેલ્સ એજન્સી તેના મામા અરવિંદભાઈ પનારા સાથે બેસી વેપાર કરતા હતા આઠ માસ પહેલા ધંધામાં રૂૂપિયાની જરૂૂર હોવાથી એજન્સી પાસે બેસતા ધર્મેન્દ્ર રાઠોડ પાસેથી માસિક 10 ટકા 30 લાખ વ્યાજે લીધા હતા અને તેને રેગ્યુલર વ્યાજ આપતા હતા.
બાદમાં લેવડ દેવડ માટે વધુ નાણાંની જરૂૂર પડતાં મિત્ર ગોપાલ ગજેન્દ્રભાઈ ભટ્ટ પાસેથી માસિક 10 ટકા લેખે 20 લાખ વ્યાજે લીધા હતા અને વ્યાજ આપતા હતા બાદમાં રૂૂપિયાની સગવડ ના થતા વ્યાજ કે મુદલ આપી શકતા ન હતા. જેથી ધર્મેન્દ્ર અને ગોપાલ અવારનવાર ફોન કરી ધમકી આપી ઉઘરાણી કરતા હતા અને સાંજે બંને આરોપી તેના મિત્ર માલદે આહિરને લઈને ઘરે આવી ફરિયાદી અને તેના ભાઈ મનીષભાઈને વ્યાજની ઉઘરાણી કરી ગાળો આપી ધમકી આપી જતા રહ્યા હતા.
તેમણે ધર્મેન્દ્રભાઈ રાઠોડ રહે મોરબી, ગોપાલભાઈ ભટ્ટ રહે વીરપર તા. ટંકારા અને માલદે બાબુભાઈ આહીર સામે ફરિયાદ નોંધાવી છે. મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.