ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સરકારી જમીન પર ધાર્મિક દબાણ હશે તો બુલડોઝર ફરશે : સંઘવી

01:51 PM Nov 07, 2025 IST | admin
Advertisement

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભારત-પાકિસ્તાન સરહદી ગામોની સીમાવર્તી સમીક્ષા, સામાજિક-આર્થિક સ્થિતિ અને રહેણીકરણી સહિતની વિવિધ બાબતોથી અવગત થવા તેમજ સરકાર આપને દ્વારના ધ્યેયમંત્રને ચરિતાર્થ કરવા માટે કચ્છની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેઓ કચ્છના લખપત તાલુકાના કપુરાશી ગામ ખાતે કપૂરાશી અને કોરિયાણી ગ્રામજનો સાથે સંવાદ કરીને ખાટલા બેઠકમાં સહભાગી થયા હતા.

Advertisement

કપુરાશી ગામમાં યોજાયેલી આ ખાટલા સભાને સંબોધતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનને કારણે કચ્છ જિલ્લાના આંતરરાષ્ટ્રીય સરહદ પરના આ ગામડાઓ લાભાન્વિત બન્યા છે. તેમણે નોંધ્યું હતું કે કલ્યાણકારી યોજનાઓના અમલથી કચ્છમાં પરિસ્થિતિ બદલાઈ છે અને લોકોના જીવનમાં આર્થિક-સામાજિક પરિવર્તન આવ્યું છે.

સંઘવીએ ઉમેર્યું હતું કે, સરહદી ગામોનો વિકાસ કેવી રીતે કરી શકાય તે ઉદ્દેશ્ય સાથે 30થી વધુ સીનિયર પોલીસ અધિકારીઓ સરહદી ગામોમાં સભા સંવાદ યોજીને નાગરિકોની સમસ્યાઓથી અવગત થયા છે. તેમણે કપુરાશીમાં રાત્રી સભા, રોકાણ અને ગ્રામજનો સાથેના સંવાદને એક મહત્વપૂર્ણ અવસર ગણાવ્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ સરહદી ગામોના નાગરિકોના રાષ્ટ્રપ્રેમને બિરદાવતા કહ્યું કે, સરહદ પારથી થતી ઘૂસણખોરી અટકાવવામાં ગ્રામજનોના સાવચેત વલણના કારણે સમયાંતરે મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. તેમણે કહ્યું કે કપુરાશી સહિત કચ્છના અનેક ગામોએ સરહદના સંત્રીની ભૂમિકા અદા કરી છે.

સંઘવીએ ગ્રામજનોને અનુરોધ કર્યો કે તેઓ સીમાપારથી થતી ઘૂસણખોરી અને સરકારી જમીન પરના દબાણો સહિતની બાબતોની જાણકારી પ્રશાસન સુધી પહોંચાડે. કારણ કે ગામ સજાગ રહે તો ડ્રગ્સનું દુષણ, અસામાજિક પ્રવૃત્તિઓ, સરકારી જમીન પર ધાર્મિક દબાણ જેવી અનેક પ્રવૃત્તિઓને અટકાવી શકાય છે. કપુરાશી ગામ ખાતે નાયબ મુખ્યમંત્રીનું ઢોલ-શરણાઈ સાથે સ્વાગત કરાયું હતું અને ગ્રામજનોએ તેમને કચ્છી પાઘ પહેરાવીને આવકાર આપ્યો હતો. સંઘવીએ ગામના વડીલો અને યુવાનો સાથે મુક્તમને સંવાદ કરીને ગામના પ્રશ્નો, સામાજિક-આર્થિક અને ભૌગોલિક પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો. તેમણે કહ્યું કે, કપૂરાસીમાં આ સાચા દેશભક્તો સાથે આવીને ગર્વની લાગણી અનુભવું છું. તેમણે સ્પષ્ટપણે ચેતવણી આપી હતી કે સરકારી જગ્યા પર કોઈ પણ સ્થળે ધાર્મિક કે અન્ય દબાણ હશે, તો તેના પર બુલડોઝર ફરશે.

Tags :
Bhujgujaratgujarat newsharsh sanghavipolitcs
Advertisement
Next Article
Advertisement