જિલ્લાના 4 મહિલા સહિત 11 ગુનેગારોના ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફર્યા
ગોંડલ, જામકંડોરણા, પડધરી, કોટડાસાંગાણી, લોધીકા અને જેતપુરમાં પોલીસનું ગુનેગારો અને હિસ્ટ્રીશીટરો સામે મેગા ડીમોલિશન ઓપરેશન
સૌરાષ્ટ્રમાં લીસ્ટેડ ગુનેગારોની યાદી તૈયાર કર્યા બાદ રાજકોટ રેંજ આઈજી અશોક કુમાર યાદવ અને જીલ્લા પોલીસ વડા હિમકર સિંહની સુચનાથી આવા લીસ્ટેડ ગુનેગારો અને હિસ્ટ્રીશીટરો શરૂૂ કરેલ ઓપરેશનમાં જીલ્લાના, ગોંડલ, જામકંડોરણા, પડધરી, કોટડાસાંગાણી, લોધીકા અને જેતપુરમાં અસામાજિક તત્ત્વોનાં ગેરકાયદે બાંધકામો પર સરકારી બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. 4 મહિલા સહીત 11 આરોપીના ગેરકાયદે દબાણોનું મામલતદારની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર ફેરવી દીધું હતું.
રાજ્ય સરકાર દ્વારા 100 કલાકમાં અસામાજી તત્વો તેમજ વારંવાર ગુનાઓ આચરતા હોય તેવા ટપોરીઓની યાદી તૈયાર કરવાની સુચના અન્વયે જીલ્લા પોલીસે 397 લીસ્ટેડ ગુનેગારોની યાદી તૈયાર કરી હતી બાદમાં ડીજીપી વિકાસ સહાયના આદેશ મુજબ જીલ્લા પોલીસવડા હિમકરસિંહની આગેવાનીમાં સઘન કાર્યવાહી છેલ્લા દસ દિવસથી કરવામાં આવી રહી છે. રાજકોટ જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન વાઈઝ તૈયાર કરેલ ગુનાગારોની યાદી મુજબ અસામાજિક તત્વોના વીજ કનેક્શન અને રહેણાંક મકાન સહિતના દબાણો અંગે જે તે સંલગ્ન વિભાગને સાથે રાખીને રાજકોટ જીલ્લાના ગોંડલ, જામકંડોરણા, પડધરી, કોટડાસાંગાણી, લોધીકા અને જેતપુરમાં 4 મહિલા સહીત 11 આરોપીના ગેરકાયદે દબાણોનું ડીમોલેશન કરવામાં આવ્યુ હતું.
જેમાં ગોંડલમાં અનેક ગુન્હાનો ઈતિહાસ ધરાવતા આરોપી ઈરફાન હસનભાઈ કટારીયાની ગેરકાયદેસર મિલ્કતમાં બુલડોઝર ફરી વળ્યું હતું. પોલીસે વોરાકોટડા રોડ ઉપર આવેલ પંચપીરની ધાર પાસે રહેતા ઈરફાન કટારીયાના રહેણાંક સ્થળોએ બાંધકામ તોડી પડાયા હતા.
કોટડાસાંગાણીમાં સરકારી ખરાબાની રૂૂ.1.20 કરોડની કિંમતની 1200 ચો.મી. જમીન પર ગુલાબ રહેમાન મકવાણા નામના શખ્સે પેશકદમી કરી હતી. દરમિયાન આજે ગોંડલ બી ડીવીઝન પીઆઈ જે પી ગોસાઈની ટીમે ચિસ્તીયાનગરમાં દોડી જઈ કુખ્યાત બુટલેગર ઈરફાન ઉર્ફે ઈકુ હસનભાઈ કટારીયાના ગેરકાયદે મકાનને તોડી પાડયું હતું ઈરફાન હત્યાની કોશિષ, દારૂૂ, જુગારના 21 ગુનામાં પકડાઈ ચુકયો છે આ ઉપરાંત ત્રણ મહિલા બુટલેગરોએ પણ ખડકી દીધેલ દબાણો તોડી પાડયા હતા જયારે પડધરી પીઆઈ એસ એન પરમારની ટીમે દારૂૂના 7 ગુનામાં પકડાયેલ કુલદીપસિહ જોરૂૂભા જાડેજાની ગેરકાયદે મિલકત ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું. કોટડાસાંગાણી પીઆઈ આર એમ રાઠોડની ટીમે ગુલાબ રહેમાન મકવાણાનો ગેરકાયદે સેડ તોડી નાખ્યો હતો તેમજ લોધિકા પીઆઈ યુ આર ડામોરની ટીમે હરેશ ઉર્ફે ગટો રાજુભાઈ કોડિયા અને દિલીપ ઉર્ફે પીન્ટુ ભીખુભાઈ રાઠોડના બાંધકામ પણ તોડી પાડ્યા હતા. જામકંડોરણા પીઆઈ એમ.જી. ચૌહાણ અને ટીમે નાના ભાદરા ગામે રહેતા ભરત ઉર્ફે ભુરીયો ધીરુભાઈ મજેઠીયા કે જેની સામે દસ જેટલાં ગુન્હા હોય તેને નોટિસ પાઠવી દુધીવદરના રસ્તે ભુરીયાના 100 ચોરસ વાર જમીન પર કરેલુ બેલાનુ ચણતર તોડી પાડવામા આવ્યું છે.
જેતપુર ઉદ્યોગનગર પીઆઈ એમ એમ ઠાકોરની ટીમે દારૂૂના 13 ગુનામાં પકડાયેલ જીલુબેન બદરૂૂભાઈ વડદોરીયાના ગેરકાયદે મકાનનું અને 5 ગુનામાં પકડાયેલ રાજેશ વલકુભાઈ ચરોલીયાના ગેરકાયદે મકાનનું પણ ડીમોલીશન કરવામાં આવ્યુ હતું.