For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોરબંદરમાં ભાજપ કાર્યાલય સામે જ ખડકાયેલા દબાણો પર બુલડોઝર ફર્યુ

11:31 AM Feb 07, 2025 IST | Bhumika
પોરબંદરમાં ભાજપ કાર્યાલય સામે જ ખડકાયેલા દબાણો પર બુલડોઝર ફર્યુ

Advertisement

ગાંધીભૂમિ પોરબંદર શહેરમા ઇતિહાસમા પ્રથમ વખત ડિમોલેશનની કામગીરી દાખલા રૂૂપ કરવામાં આવી રહી છે. પોરબંદર નગરપાલિકા મહાનગરપાલિકા બની ગયા બાદ હાલ મહાનગરપાલિકામાં વહીવટી શાસન છે. કમિશનર, ડેપ્યુટી કમિશનરના હાથમાં મહાનગરપાલિકાની કમાન છે. ત્યારે ખરા અર્થમા પોરબંદર સીટી વિસ્તારને સ્વચ્છ બનાવવા અભિયાન શરૂ કરાયું છે. ભાજપ કાર્યાલય સામે જ ડિમોલોશન હથોડો મારી દબાણો હટાવવામાં આવ્યા છે.

ખાપટ વિસ્તારમાં પાંચ કરોડથી વધુની કિંમતની જમીનમાં કરેલા દબાણોમાં બુલડોઝર એક્શન ચલાવવામાં આવ્યું હતું. જેમાં રહેણાંક અને કોમર્શિયલ મિલકતોનો સમાવેશ થાય છે. સરકારી જમીન ઉપર પેશકદમી કરવામાં આવી હતી તો આજે ગુરુવારે પણ આ બુલડોઝર એક્શન જોવા મળ્યુ હતુ. આ કાર્યવાહી પોરબંદરના ભાજપ કાર્યાલયની સામે એટલે કે કોલેજ રોડ અને પરશુરામ માર્ગ તરીકે ઓળખાતા આ માર્ગ પર ગેરકાયદેસર ઘર નજીક વંડા, દુકાન નજીક ઓટલાઓ જે બાંધવામાં આવ્યા તેના કારણે ફૂટપાથ પર મોટાપાયે દબાણ થઇ ગયુ હતુ. આ દબાણને દૂર કરવા માટે મહાનગરપાલિકા ગઇકાલે બપોરે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હતી જેમાં ત્રણ જેસીબી અને ટ્રેકટર વડે 20 જેટલા વંડા દબાણો કર્યા હતા તેને તોડી પાડવામાં આવ્યા છે.

Advertisement

પોરબંદર મહાનગરપાલિકા સ્પષ્ટ સંદેશ આપ્યો છે ફૂટપાથ પર ગેરકાયદેસર અથવા સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવશે તો તેને તાત્કાલિક તોડી પાડવામાં આવશે. તેમજ તેનો દાખલો આજે ભાજપ કાર્યાલયની સામે રહેલા વંડાઓને તોડી બેસાડ્યો છે. કોઇની પણ શરમ રાખ્યા વગર પાલિકાના અધિકારીઓ ખરા અર્થમાં સ્વચ્છતા અભિયાનમાં ઉતાર્યા છે. આ અભિયાન સતત ચાલુ રાખવામાં આવે અને મોટામાથાના પણ દબાણો દૂર કરવામાં આવે તે પણ માંગ લોકોમાં ઉઠી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement