For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બહિયલમાં પથ્થરબાજોના 186 બાંધકામો પર બુલડોઝર ફર્યુ

02:28 PM Oct 09, 2025 IST | Bhumika
બહિયલમાં પથ્થરબાજોના 186 બાંધકામો પર બુલડોઝર ફર્યુ

ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે ઓપરેશન, 50 જેટલા આરોપીના મકાનોનો કડૂસલો

Advertisement

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં તાજેતરમાં થયેલી અથડામણ (રાયોટિંગ) બાદ વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ બબાલને પગલે પોલીસે ગુનો દાખલ કર્યાના થોડા સમય બાદ જ ગેરકાયદેસર બાંધકામો પર ડિમોલિશનની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી હતી.

આ કાર્યવાહી હેઠળ 186 જેટલા ગેરકાયદે એકમો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ડિમોલિશન સ્થળે પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પર લગામ કસવાનો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.

Advertisement

ગાંધીનગરના SP રવિ તેજા વાસમસેટ્ટીએ આ ડિમોલિશનની કાર્યવાહી અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કુલ 186 બાંધકામો તોડવામાં આવ્યા છે, જેમાંથી 50 જેટલા બાંધકામ તાજેતરના રાયોટિંગના આરોપીઓ સાથે સંકળાયેલા છે.

SPએ ભારપૂર્વક જણાવ્યું કે આજે માત્ર કોમર્શિયલ બાંધકામો તોડવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કાર્યવાહી કરતાં પહેલાં તમામ ગેરકાયદેસર એકમોના માલિકોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી. વહીવટીતંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદાનું ઉલ્લંઘન કરનારા અને ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સામેલ થનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement