થોરાળામાં ગુનેગારોના બાંધકામો પર ફર્યુ બુલડોઝર
દારૂ, મિલકત સંબંધી અને હુમલા સહિતના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓના 20થી વધુ મકાનો તોડી પડાયા
હાઇવે ઓથોરિટી અને પીજીવીસીએલની ટીમો સાથે રાખી પોલીસે કરેલી સફાઇ
શહેર પોલીસ દ્વારા વધુ એક આવી કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના ગોંડલ રોડ હાઇવે પર સર્વિસ રોડ પાસે અસામાજિક તત્વો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું.જેમાં 20 કાચા પાકા મકાન પર થોરાળા પોલીસ દ્વારા મનપાના સ્ટાફને સાથે રાખી દેવામાં બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.
થોરાળા પોલીસે ગોંડલ રોડ હાઇવે નજીક અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી દીધું છે. હાઇવે ઓથોરિટી, પીજીવીસીએલ સહીતની ટીમોને સાથે રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગઈકાલે સાંજે થોરાળા પોલીસ દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી હતી.
થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા અમદાવાદ-ગોંડલ હાઇવે પર અસામાજિક તત્વો દ્વારા 20 થી વધુ કાચા-પાકા મકાનો ગેરકાયદે ખડકી દેવામાં આવ્યા હતા. જેમાંથી સાત અસામાજિક તત્વો વિરુદજ પ્રોહીબિશન, શરીર સંબંધિત ગુના, મિલ્કત સંબંધીત ગુના નોંધાયેલા છે.
મુકેશભાઈ શામજીભાઈ સિંધવ વિરુદ્ધ પાંચ ગુન્હા, મેહુલ મનુભાઈ ચૌહાણ વિરુદ્ધ પાંચ ગુન્હા, ભુરાભાઈ શામજીભાઈ સિંધવ પર ચાર ગુન્હા નોંધાયેલા છે. ઉપરાંત બાલા નાનજીભાઈ સિંધવ, નવઘણ સિંધવ, અજય ચૌહાણ અને પરબત ચૌહાણ પણ અનેક ગુન્હામાં સંડોવાયેલા હતા. આરોપીઓ ગેરકાયદેસર બાંધકામ કરીને ગોંડલ હાઈવે પર રહેતા હતા. આ દબાણો દૂર કરવા નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પણ નોટિસ આપવામાં આવી હતી.
તેમ છતાં દબાણકર્તાઓ દ્વારા કોઈ દરકાર નહિ લેવામાં આવતા ગઈકાલે એસીપી રાજેશ બારીયાના નેતૃત્વના થોરાળા પોલીસના પીઆઈ એન જી વાઘેલાની ટીમો દબાણ તોડી પાડવા બુલડોઝર સાથે ઉતરી હતી અને 20 જેટલાં કાચા-પાકા મકાનોનો કડુસલો બોલાવી દેવામાં આવ્યો હતો. ડિમોલીશન દરમિયાન અનિચ્છનીય બનાવને રોકવા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા આવ્યો હતો. જયારે હાઇવે ઓથોરિટી, પીજીવીસીએલ સહીતની ટીમો પણ હાજર સાથે રહી હતી.