મોરબી રોડ ઉપર દબાણો ઉપર ફર્યુ બૂલડોઝર
રાજકોટ તાલુકાના વિજયનગર ગામમાં મોરબી રોડ ઉપર સરકારી ખરાબાની જમીન પર છેલ્લા કેટલાય સમયથી થયેલું આશરે પાંચ એકર જેટલું વિશાળ અને ગેરકાયદેસર વાણિજ્યિક દબાણ ગઈકાલે, બુધવારના રોજ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યું હતું. જે જમીનની બજાર કિંમત રૂૂ. 10 કરોડથી પણ વધુ થવા જાય છે. સરકારી ખરાબાના સર્વે નંબર 116 પૈકીની આ જમીન રાજકોટ-મોરબી હાઈવે પર કુરસ્ક ઉપર આવેલી છે.
આ સરકારી જમીન પર રહેલ સોફાનું ગોડાઉન, સિમેન્ટ પ્રોડક્ટનું કારખાનું,દુકાનો,ચાની હોટલો,રેસ્ટોરન્ટ,અન્ય તમામ વાણિજ્યિક બાંધકામો આ તમામ અનઅધિકૃત દબાણોને દૂર કરીને સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.
આ ડિમોલિશનની કાર્યવાહી રાજકોટ જિલ્લા કલેકટર રૂૂમ પ્રકાશ ની સૂચનાથી ગ્રામ્ય પ્રાંત મહેક જૈનના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશમાં બી. ભૂમિકાબેન લાપડીયા નાયબ મામલતદાર,ડી. એમ. વધાસીયા,શૈલેષ જોષી,નકીબેન ઓગ્સ,સાગર ચાપડા 25 જેટલો પોલીસ સ્ટાફ પણ જોડાયો હતો
છેલ્લા ઘણા સમયથી સરકારી જમીન પર દબાણ કરનારા આઠ જેટલા લોકોની ઓળખ થઈ છે,પુનાભાઈ, હિન્દાભાઈ,સામનભાઈ દેવાભાઈ સાનીમા,લાલભાઈ નરીભાઈ મિયાત્રા, રશ્મિનભાઈ ઝુણેજા,સાબિર કેજુમાભાઈ લાખા,પ્રકાશભાઈ નિમાવત, પ્રેમજી નાગજીભાઈ ગઢિમા સહિતના આઠ જેટલા આસામીઓ છેલ્લા કેટલા સમયથી દબાણ કર્યું હતું અનેક નોટિસો આપવા છતાં પણ દબાણ દૂર ના કરતા ગઈકાલે દબાણ દૂર કરવામાં આવ્યો હતો અને કરોડોની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે.