દ્વારકામાં સરકારી જમીન પર ખડકાયેલા પાંચ હોમસ્ટે ઉપર બુલડોઝર ફરી વળ્યુ
યાત્રાધામ દ્વારકામાં ગેરકાદેસર બાંધકામો ઉપર ફરી એક વખત તંત્રનું બુડોઝર ફરી વળ્યુ છે. જેમા દ્વારકા શહેરમાં ચરકલા રોડ પર સરકારી જમીન પર દબાણ કરવામાં આવેલ પાંચ ગેરકાદેસર હોમસ્ટેને તોડી પડાયા છે.
દ્વારકા શહેરમાં કાનદાસબાપુના આશ્રમ સામે અને ચરકલા રોડને લગત સરકારી જગ્યા ઉપર જુદી જુદી જગ્યાએ ભુમાફિયાઓએ પાંચ હોમસ્ટે બનાવી ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવામાં આવ્યું હોય જે 3.15 કરોડની કિંમતની કુલ 5750 ચો.મી જમીન ઉપર ઈટાચી મશીન અને બુલડોઝર ફેરવી વહિવટી તંત્ર દ્વારા તોડીપાડી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આવટે અને મામલતદાર તથા પોલીસ સ્ટાફ વિગેરે આ કામગીરીમાં જોડાયો હતો.
આ લોકોને નોટિસો આપ્યા છતાં સરકારી જગ્યાઓ જાતે ખાલી કરેલ ન હોય ત્યારે તંત્ર બુલડોઝર લઈને પહોંચતા જલ્દી જલ્દી માલ સામાન કાપતા નજરે પડ્યા હતા. અને તેઓમાં ફફડાટ ફેલાયો હતો. હજુ શહેરમાં ગેરકાયદેસર હોમસ્ટે ઉપર બુલડોઝર ફરે તેવી શક્યતા સાથે હજુ આ કામગીરી ચાલુ રહેશે તેવું જાણવા મલી રહ્યું છે.