રાણપુરમાં ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ફળી વળ્યુ
બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આજરોજ મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યુ હતુ.રાણપુર શહેરમાં લિંબડી ત્રણ રસ્તા થી પોલીસ સ્ટેશન સુધી તેમજ પોલીસ સ્ટેશનથી મામલતદાર કચેરી સુધી રોડ ઉપર ગેરકાયદેસર કરેલા દબાણો દૂર કરવામાં આવ્યા આ બંને રોડ ઉપરથી 157 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા.
તંત્ર દ્વારા દબાણ કર્તાઓને સ્વેચ્છાએ દબાણ દૂર કરી લેવા માટે નોટીસો આપવામાં આવી હતી તેમ છતાં દબાણ કર્તાઓ દ્વારા દબાણ હટાવવામાં નહીં આવતા આખરે તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં 3 જે.સી.બી.,3 ટ્રેક્ટર દ્વારા રાણપુર મામલતદાર કે.બી. ગોહિલ, નાયબ મામલતદાર નિરવ વ્યાસ,અશ્વિન પરમાર સહિતના અધિકારીઓ, ગ્રામ પંચાયતના તલાટી, સરપંચ તેમજ રાણપુર પી.જી .વી.સી.એલ.કચેરીના સ્ટાફ, ઙઈં એસ.એ.પટેલ, પીએસઆઈ એચ.એ.વસાવા અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જ્યારે આ દબાણ બાબતે રાણપુર મામલતદાર કે.બી.ગોહિલે જણાવ્યું હતું કે રાણપુર શહેરના આ બંને રોડ ઉપર દબાણ હટાવવાની કામગીરી તંત્ર દ્વારા શરૂૂ કરી દેવામાં આવી છે અને બે દિવસમાં આ બંને રોડ ઉપરના તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરી દેવામાં આવશે તેમજ રાણપુર શહેરના અન્ય જે બીજા રોડ ઉપર ગેરકાયદેસર દબાણો થયેલા છે તે દબાણો પણ ટૂંક સમયમાં હટાવવામાં આવશે..