દ્વારકામાં હોમસ્ટે ભવન અને બંગલા પર ફર્યુ બુલડોઝર
સરકારી જગ્યા ઉપર બનાવેલ દુકાનોમાંથી ભાજપના ઝંડાઓ બેનરોના ખોખા અને છત્રીઓ નીકળી પડી
યાત્રાધામ દ્વારકામાં મધ્યમાં આવેલ ભદ્રકાળી ચોક પાછળના શીતળા માતાજી મંદિર પાસે આવેલ સરકારી જગ્યામાં ગેરકાયદેસર ભવનો હોમ સ્ટે શોપ જેવા ગેરકાયદેસર બાંધકામ ઉપર હિટાચી અને જેસીબી દ્વારા તંત્રએ ડિમોલેશન હાથ ધર્યું હતું. આ પ્રાઈમ એરિયા ઓ માં છેલ્લા 15 વર્ષ થી બિન અધિકૃત બનાવામાં આવેલા પાંચ જેટલા હોમસ્ટે ઓ પર તવાઈ જેમા હોમ સ્ટે માલિકો ને ચાર ચાર વખત નોટિસો આપવામાં આવી હતી. બાદ મા આજે જેસીબી અને હિટાચી મશીનો અને ટ્રેકટરો લાગવી આ હોમ સ્ટે દૂર કરવાની તજવીજ શરૂૂ કરવામાં આવી છે.
અત્યાર સુધી આજે દૂર કરવામાં આવેલ હોમસ્ટે ના 4500 સ્કેવર મીટર દબાણ દૂર કરાયું છે.જેની હાલ કિંમત 27 કરોડ અને 50 લાખ જેટલી થવા જાય છે. શહેરમાં આવા 31 જેટલા હોમસ્ટે માલિકો ને નોટિસો આપવામાં આવી છે. જેમ નુ દબાણ પણ દૂર કરવામાં આવશે. તેમ પ્રાંત અધિકારી એ મીડિયા ને જણાવ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આજે આ હોમ સ્ટે વારા ઓ ની ઈમારતો તોડી પાડવામાં આવી રહી હતી.
તેમજ આ વિસ્તારમાં સરકારી જગ્યામાં ભાજપના મળતીયા ઓએ દુકાનો ખડકી દીધી હતી તેના પર તંત્રએ જેસીબી ફેરવી ડિમોલેશન કરી નાખ્યું હતું. તે દુકાનમાંથી ભાજપના બેનરોના ખોખાં તેમજ છત્રીઓ વગેરે ચીજ વસ્તુઓ મળી આવી હતી. ડિમોશન થતા જ ભાજપના મળતિયાઓ ત્યા પહોંચી ભાજપના બેનરોના ખોખા અને છત્રીઓ વગેરે સામાનો સગે વગે કરતા કેમેરામાં કેદ થઈ ગયેલ હતા. તંત્રની આ કાર્યવાહીથી ભાજપના હોદ્દેદારોમાં પણ ફફડાટ ફેલાયો હતો. શહેરમાં આવતા દિવસોમાં પણ સરકારી જગ્યા ઉપર રહેલ દબાણ દૂર કરવામાં આવશે.