ભાવનગરના સરતાનપરમાં આખલાએ વૃધ્ધનો ભોગ લીધો
ઢીંક મારી દેતા સારવાર બાદ મોત
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર ગામના વૃદ્ધનું ખૂટિયાએ ઢીક મારી પછાડી દેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર તળાજા તાલુકાના સરતાનપર ગામમાં રહેતા વૃદ્ધ બાબુભાઈ ફાફાભાઈ વેગડ ( ઉં. વ.70 ) ઘરેથી વાડીએ જતા હતા તે દરમિયાન રસ્તામાં ખૂંટિયા એ ઢીક મારી પછાડી દેતા તેમને સારવાર અર્થે પ્રથમ તળાજા અને ત્યાંથી વધુ સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
બીજા માળેથી નીચે પટકાતા યુવાનનું મોત
ભાવનગરના ઇસ્કોન મેગા સિટીમાં રહેતા યુવાનનું બીજા માળેથી નીચે પડી જવાથી મોત નિપજ્યું છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરના ઇસ્કોન મેગા સિટીમાં રહેતા યુવાન ગિરધારીલાલ પ્રજાપતિ ( ઉં.વ. 30 ) કોઈ કારણોસર બીજા માળેથી નીચે પડી જતા તેમને સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.આ બનાવ અંગે નિલમબાગ પોલીસે તપાસ હાથ ધરી છે.