કેશોદમાં આખલો બાઇક સાથે અથડાયો, બાદમાં યુવાન પર બેસી જતાં કરૂણ મોત
લોકોમાં પાલિકા સામે ભારે રોષ, છ મહિનામાં બીજી ઘટના બની
કેશોદમાં 2 આખલા વચ્ચે લડાઈ ચાલી રહી હતી એ સમયે બાઈક લઈને પસાર થતા યુવાન પર આખલો પડ્યો હતો અને યુવાન પર બેસી જતા તેમનું મોત થયું હતું.કેશોદમાં આખલા વચ્ચેની લડાઈમાં બીજી મોતની ઘટના બની છે જેથી લોકોમાં પણ પાલિકા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
કેશોદમાં 2 આખલાની લડાઈમાં યુવાનને અડફેટે લેતા મોત થયું હતું. કેશોદના લીમડા ચોકમાં 2 આખલા સામ સામે લડી રહ્યાં હતાં ત્યારે અકસ્માતની ઘટના બની હતી.2 લડી રહેલાં આખલાંમાંથી એક આખલાએ યુવકના બાઈકને પછાડી દઈ યુવક ઉપર પડતાં જ યુવક ગંભીર રીતે ઘવાયો હતો. ઇજાગ્રસ્ત યુવકને સ્થાનિકોએ સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો.
વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ રીફર કરાતાં ત્યાં હાજર ડોકટરે યુવકનું મોત થયાનું કર્યું જાહેર થયું હતું.
યુવકનું નામ સોયેબ ગફારભાઈ મહિડા હોવાનું મળ્યું જાણવાં મળી રહ્યું છે. યુવકના મોતના પગલે પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ હતી. મરણ જનાર યુવકના પિતા હજ પઢવા સાઉદી અરેબિયા ગયા હોય ત્યારે તેમની ગેરહાજરીમાં દૂર્ધટના બની હતી.
મરણ જનારના પિતા કેશોદમાં દુકાન ચલાવતાં હોય ત્યારે તેમની ગેરહાજરીમાં દુકાનની જવાબદારી સંભાળવા યુવક જુનાગઢથી કેશોદ અવર જવર કરતો હતો. મોતના પગલે કેશોદ પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી છે.
આ અંગે કેશોદ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરતભાઇ લાડાણીએ 6 મહિના પહેલાં નિવૃત બેંક કર્મચારીના આખલાની અડફેટે મોતની ઘટનાને યાદ કરી હાઇકોર્ટના 2017 ના ચુકાદાને યાદ કરી રખડતાં પશુઓને સાચવવાની જવાબદારી પાલિકાની હોય ભોગ બનનારના પરીવારે ચીફ ઓફિસર વિરૂૂધ્ધ ફરિયાદ કરવી જોઈએ તેવા આક્ષેપ કરી પોતે અને તેમનો કોંગ્રેસ પક્ષ 2ખડતાં પશુની લડાઇમાં રાહદારીઓની મોતની ઘટના રોકવા કાર્યવાહી કરશે તેમ જણાવ્યું હતું.