For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એરપોર્ટ પાસે નિર્ધારિત મર્યાદાથી ઊંચી ઈમારતો તોડી પડાશે

03:36 PM Jun 19, 2025 IST | Bhumika
એરપોર્ટ પાસે નિર્ધારિત મર્યાદાથી ઊંચી ઈમારતો તોડી પડાશે

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ નવા ડ્રાફ્ટ નિયમો: ડીજીસીએ અથવા અધિકૃત અધિકારીને સત્તા અપાઈ

Advertisement

અમદાવાદમાં 12મી જૂને એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થવાથી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 279 લોકો મોતને ભેટ્યા છે. આ દુર્ઘટના બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મંત્રાલયે વિમાન સલામતી માટે જોખમ ઊભું કરતી ભૌતિક રચનાઓ પર નિયંત્રણ કડક બનાવવા માટે નવા ડ્રાફ્ટ નિયમો રજૂ કર્યા છે.

નવા ડ્રાફ્ટ નિયમોને એરક્રાફ્ટ-2025 નામ આપવામાં આવ્યું છે. આ નિયમો ગેઝેટમાં પ્રકાશિત થતાં જ અમલમાં આવશે. તેનો હેતુ અધિકારીઓને ઍરપોર્ટની આસપાસના નિયુક્ત વિસ્તારોમાં ઊંચાઈ મર્યાદા કરતાં વધુ ઇમારતો અને વૃક્ષો પર તાત્કાલિક કાર્યવાહી કરવા માટે સશક્ત બનાવવાનો છે. આ પહેલને ફ્લાઇટ પાથમાં અવરોધોને કારણે થતાં અકસ્માતોને રોકવા માટેના એક સક્રિય પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે.
ડ્રાફ્ટ નિયમો હેઠળ, જો કોઈ માળખું નિર્ધારિત ઊંચાઈથી ઉપર હોવાનું જણાય, તો સંબંધિત વિસ્તારના પ્રભારી અધિકારી દ્વારા નોટિસ જાહેર કરવામાં આવશે. મિલકત માલિકે 60 દિવસની અંદર સાઇટ પ્લાન અને માળખાના માપન સહિત અન્ય વિગતો સબમિટ કરવાની રહેશે. જો આમ કરવામાં ન આવે, તો અધિકારીઓને માળખાને તોડી પાડવા અથવા તેની ઊંચાઈ ઘટાડવા માટે કાર્યવાહી કરવાનો અધિકાર રહેશે.

Advertisement

જો ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA) અથવા કોઈપણ અધિકૃત અધિકારીને કોઈ માળખું નિયમોનું ઉલ્લંઘન કરતું જણાય, તો તે તેને દૂર કરવા અથવા ઘટાડવાનો આદેશ જારી કરી શકે છે. માલિકને પાલન કરવા માટે 60 દિવસનો સમય મળશે, જે માન્ય કારણોસર બીજા 60 દિવસ સુધી લંબાવી શકાય છે.
આ ઉપરાંત, અધિકારીઓને દિવસ દરમિયાન સ્થળનું નિરીક્ષણ કરવાની મંજૂરી આપવામાં આવશે, જો તેઓ મિલકત માલિકને અગાઉથી જાણ કરે. જો મિલકત માલિક સહકાર ન આપે, તો અધિકારીઓ ઉપલબ્ધ માહિતીના આધારે વધુ કાર્યવાહી કરી શકે છે અને મામલો ઉૠઈ અને મોકલી શકે છે.

ડ્રાફ્ટ નિયમો હેઠળ, જો કોઈ માળખું દૂર કરવા અથવા ઘટાડવાનો આદેશ પસાર કરવામાં આવે છે, તો મિલકત માલિક નિર્ધારિત ફોર્મ, જરૂૂરી દસ્તાવેજો અને 1,000 રૂૂપિયાની ફી સાથે પ્રથમ અથવા બીજા અપીલ અધિકારી સમક્ષ અપીલ કરી શકે છે.

વળતરની શરત
આમાં વળતરની શરતો પણ નિર્ધારિત કરવામાં આવી છે. જેમાં માલિકને સત્તાવાર આદેશો અનુસાર માળખું તોડી પાડવા અથવા તેમાં ફેરફાર કરવા માટે કહેવામાં આવ્યું છે અને જેમણે આદેશનું પાલન કર્યું છે તેમને જ ભારતીય હવાઈ પરિવહન અધિનિયમ-2024ની કલમ 22 હેઠળ વળતર આપવામાં આવશે. સૂચનાની તારીખ પછી નિયમોનું ઉલ્લંઘન કરીને બાંધવામાં આવેલં કોઈપણ માળખું વળતર મેળવશે નહીં. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પ્રકાશનના 20 દિવસની અંદર આ ડ્રાફ્ટ નિયમો પર જનતા પાસેથી સૂચનો અને વાંધાઓ મંગાવ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement