For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લલુડી વોકળી ડિમોલિશનમાં બિલ્ડરોનો હાથ: અસરગ્રસ્તોનો આરોપ

03:47 PM Jun 09, 2025 IST | Bhumika
લલુડી વોકળી ડિમોલિશનમાં બિલ્ડરોનો હાથ  અસરગ્રસ્તોનો આરોપ

કોર્પોરેશને ફાળવેલ 25 વારિયા પ્લોટ 233 લાભાર્થીઓ પાસેથી પરત લેવાતા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત

Advertisement

શહેરના વોર્ડ નં. 14માં આવેલ લલુડી વોકળી વિસ્તારના અસરગ્રસ્તોનું સ્થળાંતર કરવાનો પ્રશ્ર્ન વધુ પેચીદો બન્યો છે. અસરગ્રસ્તોએ આજે કોર્પોરેશનમાં રજૂઆત કરી સ્ટેન્ડીંગ કમિટીએ 1993માં 233 લાભાર્થીઓને 25 ચો.મી. જમીન ફાળવી તેની ફી પણ વસુલ કરી છે અને હવે રાજકીય ઓથ ધરાવતા બિલ્ડરોને ખટાવવા માટે આ જગ્યા ખાલી કરાવવાનું કાવતરું કરવામાં આવી રહ્યું છે. તેથી ન્યાયના સિધ્ધાંત મુજબ અમારા બંધાણી હક્ક બાબતે આધાર-પુરાવા ચકાસી ન્યાય આપવામાં આવે તેમ જણાવ્યું હતું.

લલુડી વોકળા વિસ્તારના અસરગ્રસ્તોએ આજે મ્યુનિસિપલ કમિશનરને આવેદન પાઠવી જણાવેલ કે, મનપાના વિસ્તાર વોર્ડ નંબર 14 રાજકોટ ટીપી 6 અંતિમ ખંડ 160 સબ પ્લોટ નંબર 35 લલુડી વોકળી વિસ્તારમાં અમો આશરે 45 વર્ષથી સ્ટેણાંક વસવાટ કરીએ છીએ. આ જમીનમાં રાજકોટ મ્યુનિસિપાલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીમાં તારીખ:15/7/1993 ના ઠરાવ નંબર 233 થી લાભાર્થીને 25 ચોરસ મીટર ફાળવવાનું નક્કી થયેલું હતું અને સ્થળ પર રોજકામ કરી તારીખ:4/3/1994 ના રોજ જરૂૂરી ફી વસૂલ કરી ને જગ્યા દરેક લાભાર્થીને ફાળવવામાં આવેલી હતી.

Advertisement

વિશેષમાં જણાવવાનું કે છેલ્લા ત્રણેક વર્ષેથી મનપાની વિવિધ બ્રાન્ચો દ્વારા પોલીસ પ્રોટેક્શન લઈને રજાના દિવસોમાં પણ વિવિધ પ્રકારની સંમતિ લેવી આધાર પુરાવા રજૂ કરવા અને તમો આ વિસ્તાર ખાલી કરીને છખઈ આવાસ યોજનામાં જવા ફરજ પાડવામાં આવે છે. આ કાર્યવાહી દરમિયાન આઘેડ વય મહિલાનું આઘાતમાં મૃત્યુ પણ થયેલ છે. જો આમ કરવામાં નહીં આવે તો અમો જેસીબી દ્વારા ડિમોલેશન કરી નાખીશું એવી ધમકી આપવામાં આવે છે. આ બાબતે અમો લતા વાસી દ્વારા એક જ માંગ છે કે અમારી માલિકી હોવા છતાં કેમ નોટીસ આપવામાં આવે છે?

આમાં કોઈ બિલ્ડર ગ્રુપ કે રાજકારણીનો અંગત સ્વાર્થ નથી ને તે બાબતે પણ તપાસ કરવા વિનંતી છે અથવા છખઈ દ્વારા આ અંતિમ ખંડ 160 માં તાજેતરમાં કોઈ પ્રોજેક્ટ લોન્ચ થયેલ છે કે કેમ તેની વિગત હોય તો જાહેર કરવા બાબત આપ સાહેબ વિનંતી છે. અમો ગરીબી રેખા નીચે જીવતા તથા છૂટક મજૂરી અને બકાલું વેચીને ગુજરાન ચલાવતા પરિવાર છીએ. અમોને કુદરતી ન્યાયના સિદ્ધાંત અને અમારા બંધારણીય હક મુજબ અમોને શાંતિથી વસવાટ કરવા દેવામાં આવે અને અમારા આધાર પુરાવા ચકાસીને અમોને ન્યાય આપવા આપ સાહેબને નમ્ર વિનંતી છે.

બળજબરીથી આવાસ ફાળવવાનો ખેલ
લલુડી વોકળીના અસરગ્રસ્તોએ આજે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી ખુદ કોર્પોરેશને આપેલી જમીન ખાલસા કરાવાનો હિન પ્રયાસ થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું અને સાથો સાથ છેલ્લા ત્રણ માસથી લલુડી વોકળી વિસ્તારમાં વસવાટ કરતા તે લોકોને ધાકધમકી આપી તેમના નામ થકી આવાસો ફાળવવા માટે બળજબરી કરવામાં આવી રહી છે. વર્ષો પહેલા ફાળવવામાં આવેલ 25 વારિયા પ્લોટ હવે ખાલી કરાવી સરકારી આવાસો ફાળવવામાં કોનું હિત છુપાયેલું છે. તેવી ઉગ્ર રજૂઆત સાથે બળજબરીથી આવાસ ફાળવવાનો ખેલ થઈ રહ્યાનું જણાવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement