ભેંસના દૂધમાં પણ અસલી-નકલી ફેટનો ખેલ, બે નમૂના ફેલ
ફૂડ વિભાગ દ્વારા ખાણી-પીણીના 20 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, ચાર સ્થળેથી નમૂના લેવાયા
મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા થોડા સમય પહેલા લેવામાં આવેલ લૂઝ દૂધના સેમ્પલનો રિપોર્ટ આજરોજ આવતા બે લૂઝ અને ભેંસના દૂધમાંથી અસલી ફેટ કાઢી નકલી ફેટ ભેળવ્યાનું બહાર આવતા ફૂડ વિભાગે બન્ને ડેરીના સંચાકો વિરુદ્ધ એજ્યુબીકેશન કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. તેવી જ રીતે આજે વધુ 20 ખાણીપીણીના ધંધાર્થીને ત્યાં ચકાસણી હાથ ધરી શંકાસ્પદ ખાદ્યપદાર્થની સ્થળ ઉપર તપાસ કરી એક ધંધાર્થીને લાયસન્સ અંગે નોટીસ આપી ચાર સ્થળેથી સરબત, આઈસ્ક્રીમ સહિતના સેમ્પલ લઈ લેબમાં મોકલી આપ્યા હતાં.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા પસુધ્ધાંગ ડેરી ફાર્મથ, હૂડકો ક્વાટર, હૂડકો પોલીસ ચોકી પાસે, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ મિક્સ દૂધ (લુઝ)નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક ફેટને બદલે ફોરેન ફેટ તથા SNF નું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું હોવાથી નમૂનો ફેઇલ જાહેર થયેલ છે. તથા શ્રી નવનીત ડેરી ફાર્મથ, હૂડકો ક્વાટર, બસ સ્ટોપ પાસે, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ નસ્ત્રભેસનું દૂધ (લુઝ)સ્ત્રસ્ત્ર નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક ફેટને બદલે ફોરેન ફેટની હાજરી હોવાથી નમૂનો સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે.
ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના સત્યસાંઇ મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 01 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ હતી. ફૂડ વિભાગ દ્વારા (01)ક્રિષ્ના શોપિંગ સેન્ટર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (02)ક્રિષ્ના સુપર માર્કેટ (03)યમ્મી મમ્મી મેગી સેન્ટર (04)પટેલ નાસ્તા સેન્ટર (05)રજનીકાંત મદ્રાસ કાફે (06)ગોવર્ધન ડેરી ફાર્મ (07)ઘરનો ચૂલો રેસ્ટોરેન્ટ (08)ક્રિષ્ના ચાઇનીઝ પંજાબી (09)પટેલ ડાઈનીંગ હોલ (10)સ્નેહર્ષ પાર્લર (11)મારુતિ રેસ્ટોરેન્ટ (12)ગોકુલ સેન્ડવિચ (13)જય સરદાર રેસ્ટોરન્ટ (14)અક્ષર ડાઈનિંગ હોલ (15)શ્રીનાથજી ડેરી ફાર્મ (16)ૐ ખમણ (17)રાજ વૈભવ આઇસક્રીમ (18)રામ ડેરી ફાર્મ (19)મારુતિ પ્રોવિજન સ્ટોર (20)શુભમ ડેરી ફાર્મની ચકાસણી કરવામાં આવેલ.
આઈસ્ક્રીમ, શરબત, શિરપના સેમ્પલ લેવાયા
ફૂડ વિભાગ દ્વારા પિસ્તા ફ્લેવર શરબત માટેનું સીરપ (લુઝ): સ્થળ- સાગર શરબતવાલા એન્ડ આઇસક્રીમ, પાણીના ઘોડા ચોક, માવા બદામ આઇસક્રીમ (લુઝ): સ્થળ- સાગર શરબતવાલા એન્ડ આઇસક્રીમ, પાણીના ઘોડા ચોક, બરફ ગોલાનું સીરપ (કેડબરી ફ્લેવર) (લુઝ): સ્થળ- રામાણી એપાર્ટમેન્ટ, 150 રિંગ રોડ, બરફ ગોલાનું સીરપ (ઓરંજ ફ્લેવર) (લુઝ): સ્થળ- રામાણી એપાર્ટમેન્ટ, 150 રિંગ રોડ સહિત ચાર સ્થળેથી સેમ્પલ લેવામાં આવ્યા હતાં.