મહાપાલિકાનું 1368.70 કરોડનો ખર્ચ દર્શાવતું બજેટ સામાન્ય સભામાં મંજૂર
જામનગર મહાનગર-પાલિકાની સામાન્ય સભા આજે મેયર વિનોદ ખીમસૂર્યાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેષ કગથરાએ આગામી નાણાંકીય વર્ષ માટે રૃા. 1368.70 કરોડના ખર્ચવાળું અંદાજપત્ર ગૃહ સમક્ષ રજૂ કર્યું જેમાં અનેક વિકાસની અનેક યોજનાનો સમાવેશ કરાયો હતો. આ બજેટ અંગે સત્તાપક્ષ અને વિપક્ષના સભ્યોએ પ્રત્યાઘાાતો રજૂ કર્યા હતા. જેમાં ભાજપે બજેટને આવકાર્યું હતું. તો વિપક્ષે રાજ્યો દ્વારા આયોજનમાં રહેલી ખામીઓ વર્ણવી હતી.
જામનગર મહાનગર-પાલિકાની સામાન્ય સભા વચ્ચે મેયર વિનોદ ખીમસૂર્યાના અધ્યસ્થાને ધીરૃભાઈ અંબાણી વાણિજ્ય ભવનના હોલમાં યોજાઈ હતી. જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેષ કગથરાએ ઉઘડતી પુરાંત રૃા. 365.16 કરોડ, વર્ષ દરમ્યાન આવક રૃા. 1187.40 કરોડ મળી કુલ રૃા. 1552.56 કરોડ અને વર્ષ દરમ્યાન રૃા. 1368.70 કરોડનો ખર્ચ અને વર્ષાંતે રૃા. 183.86 કરોડની બંધ પુરાંત દર્શાવતું અંદાજપત્ર સામાન્ય સભામાં અધ્યક્ષે મેયરની સુપ્રત કરાયું હતું.
કોઈપણ જાતના કર દર વધારા વગરના આ બજેટમાં બાકી લેણાં અંગે વ્યાજમાફી યોજના અમલમાં મૂકવા સૂચન કરાયુું હતું. વર્ષ 2006 પહેલાની હાઉસ ટેક્સ અને વોટરચાર્જની બાકી રકમ ઉપર 100 ટકા વ્યાજમાફી અને વર્ષ 2000 પછીના હાઉસટેક્સ તથા પાણીવેરાની બાકી રકમ પર 50 ટકા વ્યાજરાહતની મુદ્દત વધુ એક વર્ષ લંબાવવા અંગે કમિશનરે જે દરખાસ્ત રજૂ કરી હતી તેમાં સુધારો સૂચવાયો હતો. અને વર્ષ 2006 પહેલા અને પછીના બાકી વેરાની રકમ એકસાથે ભરપાઈ કરવામાં આવે તો 100 ટકા વ્યાજમાફી તેમજ વધુમાં બાકી રકમ પર હપ્તામાં જે રકમ ભરે તેના માટે પ્રોરેટા મુજબ વ્યાજરાહત આપવા ભલામત કરવામાં આવી હતી.
તા.15-02-2024 થી 31-03-2024 સુધીમાં જનરલ બોર્ડની મંજૂરીની અપેક્ષાએ આ યોજના શરૃ કરવામાં આવી છે. તથા બિલોની બજવણી માટે પણ વહીવટી તંત્રને તાકીદ કરવામાં આવી હતી. સોલાર રૃફટોપ એનર્જી સિસ્ટમ અન્વયે અત્યાર સુધીમાં રહેણાંકમાં 5 ટકા રિબેટ આપવાનું મંજૂર કરવામાં આવ્યું છે. જેની અમલવારી કરવા ભલામણ કરવામાં આવી છે.ભૂતિયા નળ જોડાણ રેગ્યુલાઈઝ કરવા માટે પણ ભલામણ કરવામાં આવી છે.
ખીજડીયા ફિલ્ટર પ્લાન્ટથી કે ઠેબાચોકડી સુધી 700 એએમ ડીઆઈ પાઈપલાઈન માટે રૃા. ર9:8ર કરોડનો ખર્ચ મંજુર કરાયો છે. આથી પાણી વિતરણ નેટવર્કમાં સુધારો થશે.
સમર્પણ જંકશન સર્કલ પાસે રૃા. 6પ કરોડ અને ઠેબા ચોકડી પાસે રૃા. 60 કરોડના ખર્ચે ફલય ઓવર બ્રીજ બનાવવા અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવશે, રંગમતિ નદી મુળ પહોળાઈ મુજબ રહી નથી તેને બુરવાની કામગીરી તાત્કાલીક બંધ કરાવી રૃા. 600 કરોડના ખર્ચે રીવરફન્ટ પ્રોજેકટ અમલમાં મુકવામાં આવશે.શહેરના પાંચ માર્ગો ગૌરવ પથ તરીકે વિકસાવવાનું આયોજન પણ રજુ કરવામાં આવ્યું હતું. પીએમઈ બસ સેવાની ગાઈડલાઈન મુજબ જામનગરને ઈલેકટ્રીક બસ ફાળવવામાં આવનાર છે. આ માટે બસો અને બસના ચાર્જીંગ સ્ટેશન માટે હાપા નજીક ડેપો બનાવવાનું આયોજન થયું છે.
1પ કરોડના ખર્ચે મલ્ટીપર5ઝ ઓડીટોરીયમ, બે નવા ફાયર સ્ટેશન, બે નવા સીવીક સેન્ટર, જુની સુભાષ માર્કેટના સ્થાને નવું બાંધકામ વધારાના બે ઢોરના ડબ્બા આધુનિક સ્પોર્ટસ કોમ્પ્લેકસ, ક્રિકેટ ગ્રાઉન્ડ, ત્રીજા સ્મશાન બેડી-વાલસુરાને નેકલેસ રોડ બનાવવાના આયોજન પણ સૂચવાયા છે. ઉપરાંત રાત્રી બજાર, ગુજરી બજાર માટેનું આયોજન રજુ થયું છે.તળાવના બીજા ભાગનું કામ માટે રૃા. 3પ કરોડના ખર્ચનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. આ ઉપરાંત વોટર વર્કસ, ગાર્ડન, લાઈટ શાખા, ભૂગર્ભ ગટર શાખા,ના વિકાસ કામોનો અંદાજ પત્રમાં સમાવેશ કરાયો છે. આ સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને વીએમ મહેતા કોલેજનું અંદાજપત્ર પણ રજુ કરવામાં આવ્યું હતું.
બજેટ માટે ગૃહમાં પ્રવેશતા સમયે જ વિપક્ષના સભ્યોએ બજેટના નામે ભ્રષ્ટાચારના સુત્રોચાર કર્યા હતાં. બજેટ સભામાં આવતા સમયે વિપક્ષના સભ્યોએ હડકાયા કૂતરા, ત્રીજા સ્મશાન, ટ્રાફિક સમસ્યા, રખડતા ઢોરનો ત્રાસ, વગેરે અંગે સુત્રો લખેલા પોસ્ટરો ગળામાં લટકાવીને પ્રવેશ કર્યો હતો.
આ પછી ચર્ચા શરૃ થતા વિપક્ષના અલ્તાફ ખફીએ મીનીટસમાં સુધારો સુચવ્યો હતો. સૌ પ્રથમ ચર્ચામાં ભાગ લેવા અસ્લમ ખીલજીએ જણાવ્યું હતું કે, સમર્પણ જંકશનથી મહાપ્રભુજીની બેઠક સુધીનો માર્ગ માટે 60 કરોડ બ્રીજ સહિતના કામ માટે મંજુર થયું છે. તો તેમાં કાલાવડ નાકા બ્રીજનો પણ સમાવેશ કરવો જોઈએ.આ બ્રીજ જર્જરિત છે અને ગમે ત્યારે અકસ્માત થઈ શકે છે. ઉપરાંત માંડવી ટાવરનું કામ કયારે થશે તેવો બંધક સવાલ પણ કર્યો હતો. જ્યારે માંડવી ટાવરથી હવાઈ ચોક સુધી ડીપી કપાસ માટે વર્ષ ર013 માં નિર્ણય લેવાયો હતો તે કામ કેમ થતું નથી ? તેમણે વધુમાં કહ્યું હતું કે ટેકસ વસુલાતમાં વિપક્ષ સહકાર આપે તેવી ચેરમેનની ટકોર પરંતુ વિકાસમાં વિપક્ષીના વિસ્તારનો સમાવેશ કેમ કરતા નથી ?
સત્તાપક્ષના કોર્પોરેટર ગોપાલ સોરઠીયાએ બજેટને આવકારી અભિનંદન પાઠવ્યા હતાં.આ 5છી વિપક્ષના આનંદ રાઠોડે જણાવ્યું હતું કે, બજેટની ચર્ચા વિપક્ષી જ કરે. ઉપરાંત અંતમાં જણાવ્યું હતું કે, વ્યાજ માફી યોજના આવકાર્ય પછી રેગ્યુલરાઈઝ કરવાની દરખાસ્તની ખાસ જરૃર છે. પાણી માટે કરોડોની વાતો થાય છે પરંતુ આજે પણ ટેન્કરો દોડાવાઈ રહ્યા છે તે પણ હકીકત છે. સૌથી વધુ ખર્ચ સોલિડ વેસ્ટ વિભાગ માટે થાય છે છતાં કચરાની સમસ્યાનો ઉકેલ આવતો નથી.સ્માર્ટ આંગણવાડીની દરખાસ્ત રજૂ થઈ છે પરંતુ આજે પણ અનેક આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે. 10 વર્ષના ગાળામાં એક નવી સ્કૂલ બનાવી નથી.મહાનગરપાલિકા ઉપર કરોડો રૃપિયાનું દેવું શા માટે? તેના જવાબમાં જણાવાયું હતું કે, આ બધી લોન 1975 અને તે પછીના સમયની છે એટલે કે જુના દેણા ચુકવાયા જ નથી.
આ સમયે વિપક્ષના કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ પણ અનેક પ્રશ્નોની દરખાસ્ત કરતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું .