ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કાલથી વિધાનસભાનું બજેટ સત્ર, સચિવાલયમાં કિલ્લેબંધી

01:58 PM Feb 18, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

ગાંધીનગરમાં પ્રવેશદ્વારો ઉપર સઘન વાહન ચેકિંગ, મુખ્ય સર્કલો ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, ધરણાં-પ્રદર્શન છાવણીઓ ઉપર ખાસ નજર

ગુજરાત સરકારનુ વિધાન સભાનુ બજેટ સત્ર આવતીકાલ તા. 19ને બુધવારથી શરૂ થઇ રહયુ છે ત્યારે વિધાનસભા સચિવાલય તેમજ ગાંધીનગરના અનેક વિસ્તારો પોલીસ છાવણીમા ફેરવાયા છે. ગાંધીનગર પોલીસ દ્વારા શહેરમાં સઘન સલામતી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે પાટનગરના પ્રવેશદ્વારો ઉપર સતત વાહન ચેકિંગની સાથે સત્યાગ્રહ છાવણી સહિત મુખ્ય સર્કલો ઉપર સઘન સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આ વખતે 19 ફેબ્રુઆરીથી 28 માર્ચ સુધી મળવાનું છે ત્યારે દર વખતની જેમ આ વખતે પણ ગાંધીનગર પોલીસ દ્વારા સત્ર દરમિયાન ગાંધીનગરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સઘન સલામતી વ્યવસ્થા ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગાંધીનગર પોલીસ ઉપરાંત આસપાસના જિલ્લાઓના પોલીસ જવાનો તેમજ એસઆરપી જવાનોને ફરજ સોંપવામાં આવી છે.

વિધાનસભા ગૃહની અંદર ગાંધીનગર પોલીસના જવાનો સાર્જન્ટની ભૂમિકામાં ફરજ બજાવશે તો સચિવાલય સંકુલમાં પણ સઘન સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અહીં પ્રવેશ વગર કોઈને પણ મંજૂરી આપવામાં આવશે નહીં. સત્રને લઈ શહેરના પ્રવેશદ્વારો ઉપર પણ સઘન વાહન ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવ્યુ છે.

ગાંધીનગરમાં સત્ર દરમિયાન સ્વૈચ્છિક સામાજિક સંગઠનોની સાથે સરકારી કર્મચારીઓ પણ પોતાની માંગણી લઈને ગાંધીનગરમાં રેલી ધરણા ના કરે તે માટે પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવનાર છે. જે માટે સત્યાગ્રહ છાવણીની સાથે શહેરના મુખ્ય સર્કલો ઉપર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે પોલીસ દ્વારા તૈયાર કરાયેલા બંદોબસ્ત પ્રમાણે 6 ડીવાયએસપી, 10 પોલીસ ઇન્સ્પેક્ટર,35 સબ ઇન્સ્પેક્ટર તેમજ 660થી વધુ જવાનોને ફરજ સોંપવામાં આવશે. આ ઉપરાંત એસઆરપીની પણ મદદ લેવામાં આવશે.

 

Tags :
budgetBudget Sessiongujaratgujarat news
Advertisement
Next Article
Advertisement